Aapnu Gujarat
ગુજરાત

નરેશ કનોડિયાનું કોરાનાના કારણે નિધન

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રથમ સુપર સ્ટાર નરેશ કનોડિયાનું કોરોનાના કારણે નિધન થયું છે. મોટાભાઈ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે એમનું નિધન થયું છે. નરેશકુમારનું ઓક્સિજન લેવેલ ઘટના તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં હતાં. નરેશ કનોડિયાનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલ’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનાસ્ટાર છે અને ઈડર વિધાનસભાના ધારાસભ્ય છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતા. તેમની સાથે જ મહેશ કનોડિયા પણ રહેતા હતા.

Related posts

કોંગ્રેસના મહામંત્રી સહિતના તમામ હોદ્દા પરથી પૂજા પ્રજાપતિએ રાજીનામું આપ્યું

aapnugujarat

ડો.તોગડિયાને વિહિ૫ના પ્રમુખ ૫દેથી દૂર કરવાનો તખ્તો તૈયાર

aapnugujarat

ડભોઈ પોલીસે આઈટી એક્ટના ગુના હેઠળ આરોપીને પકડ્યો

editor

Leave a Comment

UA-96247877-1