Aapnu Gujarat
ગુજરાત

ભલાણામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

આજરોજ ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંક, જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન, એપિક ફાઉન્ડેશન, ગુજરાત વિદ્યાપીઠ ગ્રામ સેવા કેન્દ્ર, યુપીએસ સારસ યોજના, મહિલા સહાય કેન્દ્રના સહયોગ દ્વારા ખેડા જિલ્લાના ભલાડા ગામમાં માસ્ક પહેરવું, બેગજની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, ૧૮૧ મહિલા હેલ્પ લાઇનની માહિતી અને વિમેન્સ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ ઓનલાઈન કાર્યક્રમમાં ૮૦ થી ૮૫ બહેનોએ ભાગ લીધો હતો તથા કોરોના મહામારમાં આત્મનિર્ભરની રોજગારલક્ષી ૧૭ બહેનોને વોશિંગ પાઉડર, ફિનાઇલ અને લિકવિડની તાલીમ આપવામાં આવી હતી. આ આયોજન મેહુલભાઈ, અજયભાઈ , ભાવનાબેન અને ઉષાબેનની આગેવાનીમાં કરવામા આવ્યું હતું. મેહુલ એસ.પટેલ સંયોજક ગુજરાત વિદ્યાપીઠ ગ્રામ સેવા કેન્દ્ર ભલાડા, ભાવનાબેન નરકાર ચાઇલ્ડ લાઇન ખેડા આણંદ જિલ્લો, જતીન પટેલ, યુપીએલ સારસ યોજના ખેડા આણંદ જિલ્લો , સખી વન સ્ટોપ સેન્ટરના શાહીનબેન અને તેમની ટીમ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પ્રવિણ વેગડા, પોલીસ સમનવાય પ્રેસ અને જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશનના (શ્રીજય માડી) પંકજ બી. પંચાલ અને ઈક્વિટાસ સ્મોલ ફાયનાન્સ બેંકના મેનેજર મિલન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

કોંગ્રેસ ચુંટણી પહેલા ગુજરાત વિધાનસભાની તમામ બેઠકો પર પદયાત્રા કરશે

aapnugujarat

મોરાડુંગરી ગામમાં એમજીવીસીએલના ટ્રાન્સફોર્મરથી બાળકોને ખતરો

aapnugujarat

एसपी रिंग रोड पर कार ट्रक के पीछे घुस जाने से १ की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1