Aapnu Gujarat
Uncategorized

મહુવામાં ત્રણ ઘરફોડ ઝડપાયા

ભાવનગર એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં અનડીટેકટ ગુન્હાઓની હકીકત મેળવવા પેટ્રોલિંગમાં હતાં તે દરમ્યાન મહુવા કેબીન ચોકમાં આવતા ખારઝાપ બાજુથી એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ઉપર ત્રણ શખ્સો શંકાસ્પદ રીતે નીકળતા તેઓને રોકી તપાસ કરતા તેઓ પાસેથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયાના સિક્કાઓ તથા એક લોખંડનો સળીયો, એક ડીસમીસ મળી આવતા જેઓને તેની પાસેના સોના ચાંદી ના દાગીનાના બિલ માંગતા નહીં હોવાનું જણાવતા તુરંત જ પંચોના માણસોને બોલાવી નામ પુછતા (૧) દર્શન દિનેશભાઇ ગૌસ્વામી ઉ.વ.૧૯ રહે. ડબગર શેરી,ખારઝંપા ,મહુવા, જી. ભાવનગર હોવાનું જણાવેલ. મજકુર શખ્સ પાસેથી સોનાનું એક મંગળસૂત્ર, સોનાની બુટ્ટી જોડ – ૧ વજન આશરે ૨૫.૯૨૦ ગ્રામ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- ગણી તથા ચાંદીની કબુત્રી (વીંટી) નંગ-૬ તથા ચાંદીની નાની પહોચી નંગ-૨ તથા ચાંદીનો કમર જુડો નંગ-૧ જે ચાંદીની તમામ વસ્તુનુ વજન આશરે ૫૧.૧૦૦ ગ્રામ કિં. રૂ.૨,૦૦૦/- ગણી તથા એક મોબાઇલ ફોન જેની કિ.રૂ.૮૦૦૦/- ગણી તથા એક મોટર સાયકલ જેના રજી. નંબર – જીજે-૦૪-ડીએચ – ૪૪૪૭ જેની કિં. રૂ.૫૦,૦૦૦/- નં. (૨) વિશાલ ઉર્ફે વાણીયો રમેશભાઇ જોળીયા ઉ.વ.૧૯ રહે. ખારા વિસ્તાર, નેસવડ તા.મહુવા, જી.ભાવનગરનું જાણવા મળ્યું હતું. વિશાલની જડતી લેતા તેની પાસેથી ૩૪૦ રૂપિયાનું પરચૂરણ, ેક મોબાઈલ ફોન કિં. રૂ.૫૦૦ મળી આવ્યાં હતાં. (૩) સુરેશ હિંમતભાઇ ગૌસ્વામી ઉ.વ.૫૨ રહે.ડબગર શેરી, ખારઝંપા ,મહુવા, જી.ભાવનગર પાસેથી એક લોખંડનો સળીયો કિં. રૂ.૩૦૦/ગણી, એક ડીસમીસ તથા એક મોબાઇલ ફોન જેની કિં. રૂ.૫૦૦/- ગણી ઉપરોકત તમામ વસ્તુ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબજે કરેલ છે. આ ત્રણેય શખ્સોની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતું કે, ચાર દિવસ પહેલાં ખરકવાડ કિસાન સોસાયટીમાં આવેલ એક મકાનમાંથી તથા એક મહિના પહેલા વી.ટી.નગરના એક બંધ મકાનમાંથી રાત્રીના સમયે ચોરી કરી હોવાનું જણાવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

હજુ એક અઠવાડિયું કોરોના કેસ વધશે, તે પછી ઘટવા માંડશે : મુખ્યમંત્રી

editor

કેશોદનાં મંગલપુરમાં દલિત યુવાનને મારી નાંખવાની ધમકી

aapnugujarat

થલતેજ સ્મશાનગૃહ બહાર પીપીઈ કિટનો ઢગલો

editor

Leave a Comment

UA-96247877-1