Aapnu Gujarat
Uncategorized

જુનાગઢની મેડિકલ કોલેજનાં ડીન સુરેશ રાઠોડ પર હુમલા સંદર્ભે આવેદનપત્ર અપાયું

આજ રોજ જૂનાગઢ જિલ્લાના દલિત સમાજ દ્વારા જુનાગઢનાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે જૂનાગઢ મેડિકલ કોલેજના ડીન. સુરેશ રાઠોડ ઉપર ત્યાંના આઉટસોર્સિંગથી કામ કરતા કારકુનને ફરજમુક્ત કર્યા હતાં તે બાબતનો ખાર રાખી સુરેશ રાઠોડનાં ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ કામના આરોપી હાર્દિક નિમાવત, નિલેશ અને ત્યાંના અન્ય સાગરીતોએ ફોન પર મારી નાંખવાની ધમકી પણ આપી હતી. ડીન સુરેશ રાઠોડના ઘરને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ બાબતમાં જૂનાગઢ જિલ્લાના આગેવાનો જીતુભાઈ મણવર, દેવદનભાઈ મૂછડીયા તેમજ સમાજના જિલ્લાના તમામ અગેવાઓએ આરોપીઓની અટક કરી જાહેરમાં સરભરા કરવી આવી ઉગ્ર રજુઆત કલેકટર તથા એસ.પીને કરવામાં આવી હતી.
રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

हॉन्गकॉन्ग से नीरव मोदी को सौंपने को कहा : विदेश मंत्रालय प्रवक्ता रवीश कुमार

aapnugujarat

શ્રી સોમનાથ મહાદેવને કેરળના ચેન્ડામેલમ્ પારંપારિક વાદ્યથી સમુહ દ્વારા સુર આરાધના

aapnugujarat

ઉઘરાણી તકરાર : વેપારીને એસિડ પીવડાવતા મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1