Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાતા સેનાના જવાનોને આખરે મળશે બૂલેટપ્રૂફ હેલમેટ

આજના સમયમાં આતંકીઓના વિરુદ્ધમાં ઓપરેશન કે પછી સરહદ પર સીઝફાયરના ઉલ્લંઘનને પહોંચી વળવા આપણા જવાનો રોજ જિંદગી અને મોતની વચ્ચે ઝોલા ખાતા હોય છે. આ પરિસ્થિતમાં બૂલેટ પ્રુફ હેલમેટ તેમની સુરક્ષા કિટમાં મહત્ત્વનો હિસ્સો સાબિત થાય છે. પરંતુ દેશવાસીઓના જીવ બચાવવા માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં લડતા ભારતીય સેનાના સૈનિકો આ બુનિયાદી જરૂરતથી અત્યાર સુધી વંચિત હતા. જવાનો અત્યાર સુધી જૂના પુરાના હેલમેટનો જ ઉપયોગ કરતા હતા. આ હેલમેટ અઢી કિલો વજનના રહેતા હતા. સાથે જ તે માથાના કેટલાક ભાગને જ કવર કરતા હતા. જોકે, સેનાના જવાનોની આ ઈંત્તેજારી હવે પૂરી થઈ ગઈ છે. તેમના માટે સારા સમાચાર એ છે કે, અનેક દશકોની રાહ જોયા બાદ ભારતીય સેનાને આ મહિને નવા બૂલેટપ્રૂફ હેલમેટ મળવાના છે. આ હેલમેટ શોર્ટ રેન્જમાં પણ કામ કરી શકશે.
એક અહેવાલ અનુસાર, આ વર્ષની શરૂઆતમાં જ નાટો અને યુએન માટે સૈન્ય ઉપકરણ બનાવનારી કાનપુરની કંપની એકેયુ લિમિટેડને ૧૮૦ કરોડનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. જેમાં ૧.૬ લાખ જેટલા હેલમેટ સપ્લાય કરવામાં આવશે. કંપનીને હાલમાં જ પહેલી ડિલીવરી કરી છે. બૂલેટ પ્રૂફ હેલમેટની સૌથી મહત્ત્વનું પડ કેવલર છે, જેનો ઉપયોગ બૈટમેનના બૈટસૂટ અને કેમ્પમાં કરવામાં આવે છે. આ હેલમેટના આવવાથી હવે દુશ્મોના વિરુદ્ધમાં પ્રબળ રીતે લડવામાં આસાની થશે.હેલમેટને એવી રીતે ડિઝાઈન કરાઈ છે કે, તે શોર્ટ રેન્જમાં ૯ એનએમની ગોળી પણ સહન કરી શકે છે. તેની સાથે જ ભારતીય સેનાએ બોલ્ટ ફ્રી બૈલેસ્ટિક હેલમેટના બોલ્ટેડ વર્ઝનનો પણ ઓર્ડર આપ્યો છે. જોકે, આ હેલમેટ ભારતીય સેનાના લિસ્ટમાં સામેલ નથી. બોલ્ડ ફ્રી ઉચ્ચ ટેકનિક અને મોંઘા વર્ઝનવાળા હેલમેટ્‌સ છે. જે ઓલ રાઉન્ડ સુરક્ષા આપે છે અને તેનાથી માથા પર ઈજાથી બચી શકાય છે.આ હેલમેટ સુવિધાજનક પણ છે અને તેની અંદર સંચાર મશીનોને પણ લગાવી શકાય છે. જોકે, નિયમિત સૈનિકોને ભારે વજનવાળા ઘરેલુ બજારમાં મળતા હેલમેટ આપવામાં આવ્યા હતા. જે યુદ્દ જેવી સ્થિતિઓમાં પણ સુવિધાજનક ન હતા. જવાબી કાર્યવાહીમાં ઓપરેશન દરમિયાન ભારતીય સેનાને બૂલેટપ્રુફ પટકા પહેરવાની હોય છે.

Related posts

मनरेगा मजदूरों को हर रोज मिलेंगे 250 रुपए

aapnugujarat

गुजरात, महाराष्ट्र के बाद एमपी में भी सस्ता हुआ पेट्रोल

aapnugujarat

ચંદ્રશેખર રાવ તેલંગણાને બંગાળ બનાવવા ઈચ્છે છે : Amit Shah

aapnugujarat

Leave a Comment

UA-96247877-1