Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીન પાકિસ્તાનને ૮ સબમરીન આપશે

પાકિસ્તાનની નેવીને વધારે શક્તિશાળી બનાવવા માટે ચીને ભરપૂર પ્રયાસો શરુ કરી દીધા છે.જેના ભાગરુપે ચીન પાકિસ્તાનને નવી આઠ સબમરિન આપવાનુ છે.આ સબમરિનનુ નિર્માણ ચીન અને પાકિસ્તાન બેઘા મળીને કરાચીના શિપયાર્ડમાં કરશે.
સબમરિન નિર્માણ માટે શીપયાર્ડમા જરુરી ફેરફારો કરવામાં આવી રહ્યા છે.હવે આ ફેરફારો અંતિમ તબક્કામાં છે.મળતી જાણકારી અનુસાર આઠ પૈકીની પહેલી સબમરિન ચીનમાં બની રહી છે અને ૨૦૨૧ સુધીમાં પાકિસ્તાનને ડિલિવર કરવામાં આવશે.એ પછી બાકીની સબમરિન પાકિસ્તાનના કરાંચીમાં બનશે અને ૨૦૨૮ સુધીમાં પાકિસ્તાની નેવીમાં સામેલ થશે.
પાકિસ્તાન અને ચીનની નૌ સેના એક બીજાની સાથે મળીને કામ કરે છે તે વાત તો જાણીતી છે.સમયાંતરે બંને દેશની નેવીના જંગી યુધ્ધ જહાજો યુધ્ધાભ્યાસમાં જોડાયા હોય છે.

Related posts

Turkey issues arrest warrants over 200 military personnel of ties to group blamed for 2016 coup attempt

aapnugujarat

ટ્રમ્પની પાક.ને ફટકાર, કહ્યું મિત્રતા રાખવી હોય તો ખતમ કરો આતંકવાદ

aapnugujarat

अमेरिका में विमान दुर्घटनाग्रस्त, 4 की मौत

editor

Leave a Comment

UA-96247877-1