Aapnu Gujarat
રાષ્ટ્રીય

લોન મોરેટોરિયમ : બે કરોડ સુધીની લોન પર માફ થશે ચક્રવૃધ્ધિ વ્યાજ

કેન્દ્ર સરકારે લોન લેનાર વ્યક્તિ કે વેપારીને મોટી રાહત આપી છે. સરકારે સુપ્રીમ કોર્ટમાં એફીડેવિટ દાખલ કરી રહ્યું છે કે, તે મોરેટોરિયમ સમયગાળાના ૬ માસના વ્યાજ પર વ્યાજની માફી માટે તૈયાર છે. જો કે, આ વ્યાજ માફીનો લાભ ફક્ત ૨ કરોડ રૂપિયા સુધીની લોન પર મળશે. આ સિવા. જે લોકોએ માર્ચથી ઓગસ્ટ સુધીમાં બાકી રકમની ચૂકવણી કરી દીધી છે, તેમને પણ વ્યાજ પર વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજથી છુટકારો મળી જશે.
નાણા મંત્રાલય તરફથી સુપ્રીમ કોર્ટમાં સોગંધનામું દાખલ કરવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સ્જીસ્ઈ, એજ્યુકેશન, હોમ, કન્ઝ્યૂમર અને ઑટો લોન પર લાગૂ ચક્રવૃદ્ધી વ્યાજને માફ કરવામાં આવશે. આ ઉપરાંત ક્રેડિટ કાર્ડના બાકી પર પણ આ વ્યાજ વસૂલ નહીં કરવામાં આવે. સરકારે સોગંધનામામાં કહ્યું છે કે, મહામારીની સ્થિતિમાં વ્યાજની છૂટનું નુક્સાન સરકાર ભોગવશે. આમા માટે સંસદની મંજૂરી લેવામાં આવશે. આ એકમાત્ર સમાધાન છે.
નાણાં મંત્રાલયે સોગંદનામામાં જણાવ્યું છે કે જો મોરટોરીયમ સમયગાળા માટે તમામ પ્રકારની લોનનું વ્યાજ માફ કરવામાં આવે તો તેના પર છ લાખ કરોડ રૂપિયા ખર્ચ થશે. તેનાથી બેંકોની કુલ સંપત્તિમાં મોટો ઘટાડો થશે. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જો કોઈ વ્યક્તિની લોન ૨ કરોડ રૂપિયાથી વધુ હોય તો તેને ચક્રવૃદ્ધિ વ્યાજ માફીનો લાભ નહીં મળે.
બેન્કર્સનું કહેવું છે કે, કેન્દ્રની યોજના અંતર્ગત વ્યાજ પરની માફીથી પાંચથી છ હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે. જો તમામ કેટેગરીના લોન લેનારાઓને વ્યાજની લોન માફી આપવામાં આવે તો તેના પર ૧૫ હજાર કરોડ રૂપિયા ખર્ચ થશે. બેન્કર્સનું કહેવું છે કે કેન્દ્ર સરકાર તેના સોશિયલ વેલ્ફેર પગલાના ભાગ રૂપે આ વ્યાજ માફીની ભરપાઇ કરી શકે છે.
જો કે, નાણા મંત્રાલયના સોગંદનામામાં મોરેટોરિયમ સમયગાળા દરમિયાન ઈએમઆઈ કે ક્રેડિટ કાર્ડના ડ્યૂની ચૂકવણી કરનાર માટે કોઈ લાભ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.
ઉલ્લેખનીય છે કે, કોરોના સંક્રમણના આર્થિક પ્રભાવને લીધે માર્ચમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ માર્ચમાં ત્રણ મહિના માટે મોરટોરિયમ (લોન ચુકવણીમાં વિલંબ)ની સુવિધા આપી હતી. તે શરૂઆતમાં ૧ માર્ચથી ૩૧ મે સુધી ત્રણ મહિના માટે લાગુ કરવામાં આવી હતી. બાદમાં આરબીઆઈએ તેને ત્રણ મહિના માટે વધારીને ૩૧ ઓગસ્ટ સુધી વધારી. એટલે કે, કુલ છ મહિનાની મુદતની સુવિધા આપવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટમાં ઘણા લોકોની મુદતની અવધિ અને વ્યાજ પરના માફીની અરજી પર સુનાવણી ચાલી રહી છે. ૨૮ સપ્ટેમ્બરના રોજ સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે વ્યાજ પરના વ્યાજ માફી અંગે નિર્ણય લેવા કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે તે તેના નિર્ણય અંગે બે-ત્રણ દિવસમાં એફિડેવિટ ફાઇલ કરશે. હવે આ મામલે ૫ ઓક્ટોબરને સોમવારે સુનાવણી થશે. તે જ દિવસે, કોર્ટ વ્યાજ પરના વ્યાજની માફી અંગે નિર્ણય આપી શકે છે.

Related posts

ડીઝલનો ભાવ વધવાથી ટ્રાન્સપોર્ટ ભાડા ૧૦ ટકા વધશે

editor

વિશ્વની સૌથી મોટી અન્ન સંગ્રહ યોજનાને કેન્દ્ર સરકારની મંજૂરી

aapnugujarat

भाजपा के फॉलोवर्स की संख्या में वृद्धि : टि्‌वटर पर कब्जा किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1