Aapnu Gujarat
ગુજરાત

જમાલપુર અને રાયખડમાં સેનેટાઈઝની કામગીરી કરાઈ

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસ કોવિડ – ૧૯ના કેસ વધતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીના માર્ગદર્શન હેઠળ જમાલપુર, રાયખડ અને અલગ-અલગ વિસ્તારમાં જઈ સેનેટાઇઝની કામગીરી કરવામાં આવી હતી. રાયખડ ખાતે કોટની રંગ, રાયખડ પોલીસ લાઇન , સૈયદ વાડ, સૈયદ અશ્કરી મિયાની મસ્જિદ, પુંજાલાલની ચાલી, પાર્વતીની ચાલી, રોહિલા વાડ , પથ્થરવાલી મસ્જિદ, યાસીનની મસ્જિદની પાસે, મેથડ ચર્ચ તથા દિવાન બંગલો સહિતના વિસ્તારોમાં સેનેટાઈઝની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરીમાં ઈમરાન ભાઈ કાદરી, જાવેદ કુરેશી, આઇ.એમ. મુનશી અબ્રાહમ મન્સૂરી , સામાજિક કાર્યકર્તા પૂનમ ચૌધરી, મમદ શેખ, ફરજાના કાદરી, તારીખ ચિસ્ટી, સ્થાનિક લોકો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સહયોગ મળ્યો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

પાવર ટ્રીપ થતાં મેટ્રોના પૈડા થંભી જતાં યાત્રીઓ પરેશાન

aapnugujarat

ગુજરાતમાં રોકાણ કરવા માટે જાપાન સરકારને મુખ્યમંત્રીનું આમંત્રણ

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના કેસોમાં ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1