Aapnu Gujarat
રાષ્ટ્રીય

કૃષિ ખરડાના વિરોધમાં મંત્રી હરસિમરત કૌરનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું

પીએમ મોદીની સલાહ બાદ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હરસિમરત કૌરનું કેબિનેટ મંત્રીમંડળમાંથી રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે. રાષ્ટ્રપતિએ સંવિધાનના અનુચ્છેદ (૭૫ ની કલમ (૨) હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હરસિમરતનું રાજીનામું સ્વીકારી લીધું છે.
વડાપ્રધાનની સલાહ બાદ રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો કે કેબિનેટ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને તેમના હાલના વિભાગો ઉપરાંત ફૂડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવે.
આપને જણાવી દઈએ કે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપવાની માહિતી હરસિમરત કૌર બાદલ દ્વારા ટ્‌વીટ કરી આપવામાં આવી હતી. પોતાના ટિ્‌વટમાં તેમણે કહ્યું કે ખેડૂત વિરોધી વટહુકમો અને કાયદાના વિરોધમાં મેં કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપ્યું છે. ખેડૂતોની સાથે તેમની દીકરી અને બહેન તરીકે ઉભા રહેવામાં ગર્વ છે. હરસિમરત કૌર બાદલ કેન્દ્રીય ફૂડ એન્ડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી હતા. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે ભાજપનું સહયોગી શિરોમણી અકાલી દળ વટહુકમનો વિરોધ કરી રહ્યું છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બુધવારે કૃષિ બીલોના મુદ્દે શિરોમણી અકાલી દળ (જીછડ્ઢ) સાથે વાતચીતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું હતું કે કૃષિ બીલો પર ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. સહયોગી અકાલી દળની સાથે પાર્ટીની વાતચીત ચાલી રહી છે. બીલને લઇ અકાલી દળની ગેરસમજો ટૂંક સમયમાં જ દૂર થઈ જશે. જો કે, આ નડ્ડાના દાવા સાથે સુસંગત હોઈ શકે નહીં. કૃષિ બીલને ખેડૂત વિરોધી ગણાવતાં હરસિમરત કૌરે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી.

Related posts

લોકસભા-વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા ટીડીએસ-સપા ભાજપની સાથે

aapnugujarat

२०१९ में नीतीश केे बिना बीजेपी जीत नहीं पाएगी

aapnugujarat

RJD leader Tej Pratap Yadav, including 5 others injured in Patna road accident

aapnugujarat

Leave a Comment

UA-96247877-1