Aapnu Gujarat
રાષ્ટ્રીય

સાંસદોના પગારમાં ૩૦ ટકા ઘટાડાનું બિલ સંસદમાં પસાર થયું

શુક્રવારે રાજ્યસભામાં સાંસદોના પગાર એક વર્ષ માટે ૩૦ ટકા ઘટાડવા માટેનું બિલ પસાર કરાયું હતું. કોરોના કાળમાં સાંસદોનો પગાર એક વર્ષ માટે ઘટાડવા આ બિલ રજૂ કરાયું હતું. રાજ્યસભામાં પગાર, ભથ્થા અને પેન્શન (સંશોધન) બિલ ૨૦૨૦ પસાર કરવામાં આવ્યું હતું. લોકસભામાં આ બિલ મંગળવારે પસાર થઈ ગયું હતું.
ગુરુવારે સંસદના ઉપલા ગૃહમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાત જોશીએ આ બિલ રજૂ કર્યું હતું. કોરોના કાળમાં સાંસદોના પગાર અને ભથ્થામાં ૩૦ ટકાનો ઘટાડો એક વર્ષ માટે કરવાનું આ બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું હતું. ઉપલા ગૃહમાં સાંસદોના પગાર, ભથ્થા અને પેન્શન (સંશોધન) ૨૦૨૦ના બિલને પણ બહાલી આપવામાં આવી હતી. રાજ્યકક્ષાના ગૃહ મંત્રી જી કિશન રેડ્ડીએ આ બિલ રજૂ કર્યું હતું. બન્ને બિલ ધ્વનિ મતથી પસાર કરવામાં આવ્યા હતા.

Related posts

આર્કટિકના તીવ્ર પવનથી ઉત્તર ભારત ઠંડુગાર

aapnugujarat

ઉત્તરપ્રદેશમાં દરેક સીટો ભાજપની યોજના તૈયાર

aapnugujarat

૮ વર્ષમાં કેન્દ્ર દ્વારા મનરેગા પાછળ ૫ લાખ કરોડનો ખર્ચ : કેન્દ્રીય નાણાં મંત્રી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1