Aapnu Gujarat
રાષ્ટ્રીય

૮ વર્ષમાં કેન્દ્ર દ્વારા મનરેગા પાછળ ૫ લાખ કરોડનો ખર્ચ : કેન્દ્રીય નાણાં મંત્રી

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષમાં કેન્દ્રએ મનરેગા યોજના પર ૫ લાખ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જેમાંથી ૨૦ ટકા કોવિડ-૧૯ મહામારી દરમિયાન ખર્ચવામાં આવ્યા હતા. તેલંગણાના કામારેડ્ડી જિલ્લામાં મીડિયા સાથે વાત કરતા સીતારમણે કહ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ રાજ્યને ૨૦ હજાર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.
તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષમાં મનરેગા હેઠળ તેલંગાણાને રૂ. ૨૦,૦૦૦ કરોડ આપવામાં આવ્યા છે. આ જ સમયગાળા દરમિયાન દેશભરમાં ૫ લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા જેમાંથી ૨૦ ટકાથી વધુ ૨૦૨૦-૨૧ દરમિયાન કોવિડ-૧૯ દરમિયાન ખર્ચવામાં આવ્યા હતા. મહત્વનો મુદ્દો એ છે કે, જો પૈસાનો યોગ્ય રીતે ખર્ચ ન થયો હોવાની ફરિયાદો આવે છે અથવા ઓડિટ રિપોર્ટમાં કોઈ ટિપ્પણી હોય છે તો સર્વે ટીમો (કોઈપણ રાજ્યમાં) આવશે.
તેમણે કહ્યું હતું કે, એવા આરોપ લગાવવામાં આવ્યા છે કે, સર્વેક્ષણ ટીમો યોજનાને રોકવા માટે મોકલવામાં આવી છે. આ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે, કોઈ વિસંગતતા હશે તો તેને સુધારવા માટે સર્વેક્ષણ ટીમો મોકલવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું હતું કે, યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન આ યોજનામાં ઘણી ખામીઓ હતી જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે દૂર કરી હતી અને હવે તેને સીધો લાભ ટ્રાન્સફર દ્વારા લાગુ કરવામાં આવી રહી છે. તેમણે તેલંગાણા સરકાર પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે, ચંદ્રશેખર રાવ સરકાર રાજ્ય વિધાનસભાને જાણ કર્યા વગર અને બજેટમાં તેનો ઉલ્લેખ કર્યા વગર લોન લઈ રહી છે. સીતારમણે કહ્યું હતું કે, રાજ્ય ખેડૂત આત્મહત્યાના મામલામાં ૪ સ્થાને છે.

Related posts

दिल्ली में ट्रैक्‍टर रैली के दौरान हिंसा : 300 से अधिक पुलिसकर्मी घायल, 22 FIR दर्ज

editor

ભાજપ સાથે ગઠબંધન તોડવા ટીડીપીની તૈયારી

aapnugujarat

દરિયાઇ માર્ગ મારફતે હુમલા કરવા આતંકવાદીઓની તૈયારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1