Aapnu Gujarat
ગુજરાત

સાધ્વી જયશ્રીગીરી બે દિન માટે પોલીસ રિમાન્ડ ઉપર

ઉદેપુરથી ઝડપાયા બાદ મહિલા ઠગ એવી સાધ્વી જયશ્રીગીરીને શહેર ક્રાઇમબ્રાંચે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઘીકાંટા સ્થિત મેટ્રોપોલીટન કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરી હતી. જેની સુનાવણીમાં મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટે આરોપી સાધ્વી જયશ્રીગીરીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો મહત્વનો હુકમ કર્યો હતો. જયારે સાધ્વીના આરોપી પુત્ર રૂદ્ર ઉર્ફે રાગીન બિપીનકુમાર બારોટને કોર્ટે શરતી જામીન પર મુકત કર્યો હતો. સાધ્વીને આખરે રિમાન્ડ મળતાં હવે પોલીસ જપ્તામાંથી નાસી છૂટવાના પ્રકરણમાં અને સાધ્વીના કેસમાં મહત્વના ખુલાસા બહાર આવવાની શકયતા છે. કોર્ટના હુકમને પગલે ક્રાઇમબ્રાંચે આરોપી સાધ્વી જયશ્રીગીરીની કસ્ટડી લઇ લીધી છે અને હવે તેની કસ્ટોડિયલ ઇન્ટ્રોગેશન શરૂ થશે. શહેર ક્રાઇમબ્રાંચ તરફથી આજે સાધ્વી જય શ્રીગીરીને લોખંડી જાપ્તા વચ્ચે ઘી કાંટા ફોજદારી કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરાઇ હતી. તપાસનીશ એજન્સીને ન્યાયના હિતમાં અને કેસમાં સત્યના મૂળ સુધી પહોંચવા સાધ્વી જયશ્રીગીરીના ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સુનાવણીના અંતે કોર્ટે આરોપી સાધ્વીને બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપી હતી, જયારે તેના પુત્ર રૂદ્ર ઉર્ફે રાગીન બારોટને શરતી જામીન પર મુકત કર્યો હતો. હાલમાં કેટલાક દિવસ સુધી ફરાર રહ્યા બાદ સાધ્વી જયશ્રીગીરી સકંજામાં આવી ગઈ હતીત્યારબાદથી તેને લઇને ક્રાઈમ બ્રાંચમાં પણ સતત ભોગદોડ હતી. જયશ્રીગીરીએ પોલીસ અધિકારીઓ ઉપર જ વળતા આક્ષેપ કરીને પોતાની તકલીફને વધારી હતી. કોર્ટમાં રજૂ કરાઈ ત્યારે મજબૂત સુરક્ષા રખાઈ હતી.

Related posts

गुजरात सरकार ने खरीदा १९१ करोड़ का विमान

aapnugujarat

ભાજપની ગડબડીના કારણે કોંગ્રસને ઓછી બેઠકો મળી : કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઇલેકશન પિટિશન કરાશે

aapnugujarat

ડુંગળીનું ઓછું વાવેતર આ વર્ષે ગ્રાહકોને રડાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1