Aapnu Gujarat
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીની પર્સનલ વેબસાઇટનું ટિ્‌વટર એકાઉન્ટ હેક

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યકિતગત વેબસાઈટનું ટવિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું છે. હેકરે કોવિડ-૧૯ રિલીફ ફંડ માટે બિટકોઈનમાં દાન આપવાની માંગ કરી છે. જો કે તાત્કાલિક આ ટિ્‌વટ ડિલીટ કરી દેવામાં આવી હતી. પીએમ મોદીની પર્સનલ વેબસાઈટના ટિ્‌વટર એકાઉન્ટના મેસેજમાં લખવામાં આવ્યું કે, તમને લોકોને અપીલ કરું છું કે કોવિડ-૧૯ માટે રચવામાં આવેલા પીએમ રિલીફ ફંડમાં દાન આપો.
અન્ય એક ટિ્‌વટમાં હેકરે લખ્યું કે, આ એકાઉન્ટ જોન વિક નામના વ્યક્તિએ હેક કર્યું છે. અમે પેટીએમ મોલ હેક નથી કર્યું આ તમામ ટિ્‌વટ ડિલીટ કરી દેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું પણ ટિ્‌વટર એકાઉન્ટ છે અને તેના ૨૫ લાખ જેટલા ફલોઅર્સ છે.
પીએમ મોદીની વેબસાઈટનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થયું હોવાની ખુદ ટિ્‌વટરે પુષ્ટિ કરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટિ્‌વટર એકાઉન્ટ હેક થયું હોવાની પુષ્ટ્રિ કરી હતી. હેકરે કેટલીક ટીટસ કરીને બિટકોઈનમાં દાન માંગ્યું હતું. ટિ્‌વટરે જણાવ્યું કે તે આ સમગ્ર બાબતથી વાકેફ છે અને તેમણે એકાઉન્ટ સુરક્ષિત કરવા માટે પગલા લીધા છે. ટિ્‌વટરના પ્રવકતાએ નિવેદનમાં જણાવ્યું કે અમે આ મામલે સક્રિત તપાસ કરી રહ્યા છીએ. હાલમાં વધુ એકાઉન્ટસ પ્રભાવિત થયા હોવાની માહિતી મળી નથી.
પેટીએમ મોલના ડેટા ચોરીમાં પણ જોન વિક ગ્રુપનું નામ આવ્યું હતું. સાયબર સિકયોરિટી ફર્મ સાઈબલે ૩૦ ઓગસ્ટના દાવો કર્યેા હતો કે જોન વિક ગ્રુપે પેટીએમ મોલનો ડેટા ચોરી કર્યેા હતો. સાઈબલે દાવો કર્યેા હતો કે આ હેકર ગ્રુપે (રેન્સમ) ખંડણીના નાણાં માંગ્યા હતા. જો કે પેટીએમે દાવો ફગાવતા જણાવ્યું હતું કે ડેટા લીક જેવી કોઈ ઘટના ઘટી નથી.
ટિ્‌વટરે પણ સ્વિકાર્યું છે કે પીએમ મોદીની પર્સનલ વેબસાઇટ સાથે લિંક એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું. ટવિટરના પ્રવકતા મુજબ, અમે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યા છીએ. જોકે, હજુ સુધી એ જાણકારી નથી મળી કે આ એકાઉન્ટ ઉપરાંત અન્ય કોઈ એકાઉન્ટ ઉપર પણ ફરક પડો છે કે નહીં.
નોંધનીય છે કે, જુલાઈના બીજા સાહમાં અમેરિકામાં અનેક દિગ્ગજ હસ્તીઓના ટિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યા હતા. તેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્ર્રપ્રમુખ બરાક ઓબામા, માઇક્રોસોટના ફાઉન્ડર બિલ ગેટસ, દુનિયાના સૌથી અમીર અને ઇન્વેસ્ટમેન્ટ ગુ વોરેન બફે સામેલ હતા. આ ઉપરાંત અમેરિકાની રાષ્ટ્ર્રપ્રમુખની ચૂંટણીમાં ઉમેદવાર જો બિડનનું પણ ટિટર એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું. આઇફોન બનાવનારી કંપની એપલ પણ આ સાઇબર અટેકનો શિકાર બની ચૂકી છે. તે સમયે પણ હેકર્સે બિટકોઇનની માંગ કરી હતી.

Related posts

બિહારમાં ૧ જૂન સુધી લંબાવાયું લોકડાઉન

editor

સાંસદમાં ૨૦૧૪ની સરખામણીએ મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા વધીને ૨૭ થઈ

aapnugujarat

કોંગ્રેસ સંગઠનમાં ફેરબદલ : ઘણાં રાજ્યોમાં પ્રભારી નિયુક્ત કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1