Aapnu Gujarat
બિઝનેસ

સરકારે એરપોર્ટ અને એરલાઇન્સનું સંચાલન કરવું ન જોઇએ : ઉડ્ડયન રાજ્યમંત્રી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે, સરકારને એરપોર્ટ અને એરલાઈન્સનું સંચાલન કરવું ન જોઈએ. સાથે જ તેઓએ ફરી એકવાર આશા વ્યક્ત કરી કે, સરકાર ૨૦૨૦માં જ એર ઈન્ડિયાનું પ્રાઈવેટાઈઝશન કરવામાં સફળ રહેશે. પુરીની આ ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે કેરલ સરકાર તિરુવનંતપુરમ એરપોર્ટનું સંચાલન અદાણી એન્ટરપ્રાઈઝને આપવાનો વિરોધ કરી રહી છે.
અદાણી એન્ટરપ્રાઈઝને ૫૦ વર્ષ માટે પીપીઈ મોડ હેઠળ તિરુવનંતપુરમ સહિત ૬ ઘરેલુ એરપોર્ટ સોંપવાનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટે ૧૯ ઓગસ્ટે કહ્યો હતો. જ્યારે તે પહેલાંથી જ કેરળ સરકારે પોતે એરપોર્ટનું સંચાલન કરશે તેવો પ્રસ્તાવ કેન્દ્ર સરકાર પાસે રાખ્યો હતો. અત્યાર સુધી આ એરપોર્ટ સહિત દેશના ૧૦૦થી વધારે એરપોર્ટનું સંચાલન કેન્દ્ર સરકારની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સંભાળી રહી હતી.
પણ નાગરિક ઉડ્ડયન મંત્રીએ કહ્યું કે, સરકારને એરપોર્ટ અને એરલાઈન્સનું સંચાલન કરવું જોઈએ નહીં. જો સરકાર એરપોર્ટ કે એરલાઈન્સનું સંચાલન કરે છે તો ત્યારે તેને એલ-૧ કે એલ-૨ જેવી સરકારી કંપનીઓનાં નિયમોનું પાલન કરવું પડે છે. અને આ પ્રકારની વ્યવસાયિક સંસ્થાઓને ચલાવી શકે છે. તો એર ઈન્ડિયાના પ્રાઈવેટાઈઝેશન પર પુરીએ કહ્યું કે, હું આશ્વત છું કે ખાનગીકરણની પ્રક્રિયા આ વર્ષમાં પૂર્ણ કરવામાં સફળ રહીશું.

Related posts

આઈએનએક્સ મિડિયા પ્રકરણમાં કાર્તિ ચિદમ્બરમ સામે નવેસરથી સમન્સ જારી

aapnugujarat

हिंदुजा भाइयों में छिड़ी जंग

editor

Bill Gates reclaims spot of world’s richest person

aapnugujarat

Leave a Comment

UA-96247877-1