Aapnu Gujarat
ગુજરાત

પ્રાંતિજ નેશનલ હાઈ-વે કફોડી સ્થિતિમાં

પ્રાંતિજ નેશનલ હાઇવે પર સિકસ લાઈન રોડનું કામ હાલમાં ચાલી રહ્યું છે ત્યારે હાઈવે ઓથોરિટી દ્વારા રોડની બંન્ને બાજુમાં પિલ્લર મુકવામાં આવેલ છે જે પિલ્લર પર યોગ્ય રેડીયમ રિફલેકટેડ ના લગાવવાના કારણે અકસ્માત થતાં હોય છે અને બીજી બાજુ રેગ્યુલર રોડ પર મસમોટા ખાડા પડી જવાના કારણે વારંવાર અકસ્માત થતા હોય છે. અકસ્માતમાં વાહનચાલકો ભોગ બનતાં હોય છે. તાત્કાલિક ધોરણે રોડ ઉપર સમારકામ કરવા માટે અને અકસ્માત ઉપર રોક લગાવવા માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાની સૂચનાને આધારે પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીને નોટિસ ફટકારી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તાત્કાલિક ધોરણે રોડ પર પડેલા મસમોટા ખાડા દૂર કરવા તથા રોડની બંને બાજુ પિલ્લર ઉપર જરૂરી યોગ્ય રેડિયમ લગાવવા. જોકે આ બાબતે હાઇવે ઓથોરિટી બીજા જ દિવસે એક્શન મોડમાં આવી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે નેશનલ હાઇવે ૮ પર ટોલટેક્સ ઉઘરાવવામાં આવે છે છતાં પણ રોડ રસ્તાની હાલત ગંભીર પરિસ્થિતિમાં છે. હાઈવેની હાલત કફોડી હોવાના કારણે વાહનો પણ વારંવાર બગડતા હોય છે. આ બાબતે સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ખરાબ રસ્તાને લઇ જો અકસ્માત થશે તો હાઇવે ઓથોરિટી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


(તસવીર / વિડિયો / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

अहमदाबाद के टूटे हुए रोड मामले में म्युनि. के दो इंजीनियरों के खिलाफ विजिलन्स जांच

aapnugujarat

ગુજરાતના ખેડૂતો સામે દાવો માંડનારી પેપ્સીકો સામે રોષ

aapnugujarat

કલગી સુગમ્ય ભારતની સોશ્યલ એમ્બેસેડર બની

aapnugujarat

Leave a Comment

UA-96247877-1