Aapnu Gujarat
ગુજરાત

કલગી સુગમ્ય ભારતની સોશ્યલ એમ્બેસેડર બની

કેન્દ્ર સરકારના દિવ્યાંગ વ્યકિતઓ માટેના ખાસ સુગમ્ય ભારત અભિયાનમાં અમદાવાદની દિવ્યાંગ કલગી રાવલની સોશ્યલ એમ્બેસેડર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. કલગી એ એવી દિવ્યાંગ છે કે જે ઘરમાં બેસીને દુનિયા સાથે જોડાયેલી છે. મોબાઇલ ટેકનોલોજીના માધ્યમથી તે ફેસબુક, વોટ્‌સઅપની સાથે અનેક એપનો ઉપયોગ કરી તેના જેવા અન્ય દિવ્યાંગોના ઉત્કર્ષ અને મદદ માટે તે ભારે મહેનત કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન એવા સુગમ્ય ભારત અભિયાનમાં દેશના દિવ્યાંગ વ્યકિતઓને નોર્મલ લાઇફ આપવાના બહુ ઉમદા ઉદ્દેશને ચરિતાર્થ કરવાનો સંકલ્પ કલગીએ વ્યકત કર્યો હતો. કલગી રાવલે શરૂ કરેલા આ અભિયાનમાં સામાન્ય વ્યકિતઓને સમકક્ષ દિવ્યાંગોને સ્થાન આપવાનું લક્ષ્ય છે. દિવ્યાંગ હોવાછતાં કલગીએ ગુજરાત સહિત દેશભરમાં અમદાવાદનું નામ રોશન કર્યું છે. કેન્દ્ર સરકારના આ અભિયાનમાં ડિજિટલ ટેકનોલોજીથી માંડીને રોજબરોજની કામગીરીમાં દિવ્યાંગોને પડતી અગવડો દૂર કરવા માટે ખાસ બીડુ ઝડપવામાં આવ્યું છે.ખાસ કરીને દિવ્યાંગોને સોશ્યલ કોમ્યુનિકેશન ઉપલબ્ધ બનાવવું, રોજગારી આપવી, પબ્લીક ટ્રાન્સપોર્ટમાં જાતે હરીફરી શકે તે માટેની વ્યવસ્થા સહિતની બાબતોને આવરી લેવાઇ છે. ગુજરાતની સોશ્યલ એમ્બેસેડર બનેલી કલગી રાવલે દિવ્યાંગો માટેના કેટલાક પ્રોજેકટ પણ તૈયાર કર્યા છે, જેના આધારે દિવ્યાંગોને નોર્મલ લાઇફ મળી શકે. જેવા કે, બેેકોમાં પડતી અગવડો દૂર કરવી, દિવ્યાંગોને સોશ્યલ નેટવર્કિંગની વધુ સગવડ મળે જેવી કે સ્ક્રીન રીડર, ટોક બેન્કના ઉપયોગની સમજ, ઉપરાંત શાળા, કોલેજ, મંદિર, મોલમાં દિવ્યાંગો સરળતાથી જઇ શકે, સમજી શકે અને સ્વનિર્ભર બની શકે તે માટેના પ્રયાસો, કેન્દ્ર અને રાજય સરકારની કેટલીક યોજનાઓમાં દિવ્યાંગોને પડતી અગવડતાઓ, સરકારી, અર્ધ સરકારી તેમ જ ખાનગી વેબસાઇટને ઉપલબ્ધ બનાવવી કે જેથી દિવ્યાંગોને ઉપયોગ કરવો સરળ પડે અને અભ્યાસમાં પડતી અગવડો દૂર કરવાના પ્રયત્નો વગેરેનો સમાવેશ થાય છે. જન્મથી જ બ્લાઇન્ડ દિકરી કલગી ટિકેન્દ્ર રાવલ અંધશાળાના બદલે સામાન્ય શાળામાં ધોરણ-૫ સુધી અભ્યાસ કર્યો. ત્યારબાદ સાત વર્ષ બાદ તેણીએ ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષા આપી. કોઇપણ શાળા કે ટયુશન વિના ધો-૧૦નો અભ્યાસ કરી ૭૬ ટકા માર્કસ મેળવ્યા અને અંગ્રેજી માધ્યમમાં ઉર્તીણ થનારી ગુજરાતની પ્રથમ દિવ્યાંગ દિકરી બની. ૧૩ વર્ષની નાની વયે તે સૌપ્રથમ વખત લીટલ રેડિયો જોકી બની.
આર.જે. બનવાનું સપનું પૂરુ કરવા ૧૬ વર્ષની વયે અમેરિકાના ન્યુ જર્સી ખાતેની મેગા ઇવેન્ટમાં હજારો શ્રોતાઓ વચ્ચે હરીશ ભીમાણી સાથે એન્કરીંગ કર્યું. ગુજરાતમાં બેટી બચાવો, બેટી ભણાવો અભિયાન માટે ગામડાઓમાં જઇ દિકરીઓ, માતાઓને જાગૃત કરી. અત્યારસુધીમાં તેણીએ પાંચ હજારથી વધુ યુવક-યુવતીઓને મોટિવેટ કર્યા છે. કલગીના વિઝનને સાકાર કરવા ૨૦૧૨માં જાણીતા પત્રકાર એવા તેના પિતા ટિકેન્દ્ર રાવલ અને માતા મીનાબહેન રાવલે કલગી ફાઉન્ડેશન સ્થાપી દિવ્યાંગોની સેવા માટે અનોખો સેવાયજ્ઞ શરૂ કર્યો. કલગીના આ પ્રયાસોની ગુજરાત સરકારથી માંડી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સરાહના કરી હતી.

Related posts

સાસરિયા વિરુદ્ધ વેર વાળવા કલમ 498-Aના દુરુપયોગનું ચલણ વધી રહ્યું છે : GUJARAT HIGH COURT

aapnugujarat

સિવિલમાંથી શિશુને ઉઠાવી જનાર મહિલાની અટકાયત

aapnugujarat

સોખડા ખાતે મહિલા સમુદાયને સુમાહિતગાર કરવા કાયદાકીય જાગૃતિ શિબિરને આયોગના અધ્‍યક્ષા લીલાબેન અંકોલીયાએ ખુલ્‍લી મુકી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1