Aapnu Gujarat
ગુજરાત

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું

રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે છતાં કુલ ૨૮૮ રસ્તાઓ બંધ છે. રાજ્યમાં અવિરત વરસેલા વરસાદે નેશનલ હાઇવેને પણ ઝપટમાં લઈ લીધા છે. જેના પગલે રાજ્યમાં ૨ નેશનલ હાઇવેનું ધોવાણ થયા જેવા હાલ છે. હાલ રાજ્યમાં ૨૩ સ્ટેટ હાઇવે બંધ જેમાં સૌથી વધુ કચ્છ માં ૯ તો સુરેન્દ્રનગર માં ૩ સ્ટેટ હાઇવે બંધ છે. રાજ્યમાં પંચાયત હસ્તકના ૨૪૦ રસ્તાઓ બંધ જેમાં સૌથી વધુ કચ્છમાં ૩૦ તો સુરેન્દ્રનગર માં ૩૪ રસ્તાઓ બંધ પાટણ માં ૨૫ અને મોરબી માં ૧૯ પંચાયત હસ્તકના રસ્તા બંધ છે.દરમિયાન સવારે ૧૦.૦૦ વાગ્યાની સ્થિતિ મુજબ રાજ્યમાં જળાશયોની સ્થિતિ જુદા જુદા વિસ્તારોમાં ડેમની સ્થિતિ કઈક આ મુજબ છે. કડાણા ડેમ માં ૫૭ હજાર ૬૦૦ ક્યુસેક પાણી આવક સામે ૪૯ હજાર ૭૧૨ ક્યુસેક પાણી ની જાવક ડેમ ના ૫ દરવજા ૧.૮ મીટર ખોલવામાં આવ્યા છે. જવાનપુરા ડેમ ના ૧૫૦ ક્યુસેક પાણી ની આવક સામે એટલાજ પાણી ની જાવક . જવાનપુરા ડેમના ૧૫ દરવાજા ૪.૫૭ મીટર ખોલાયા.ભાદર ડેમ ના ૪ દરવાજા ૦.૯ મીટર ખોલાયા ભાદર ૨ ડેમ માં ૧૬ હજાર ૬૪૩ ક્યુસેક પાણી ની આવક સામે એટલા જ પાણી ની જાવક ભાદર ૨ ડેમ ના ૪ દરવાજા ૦.૯ મીટર ખોલવામાં આવ્યા .મચ્છુ ૨ ડેમ મ ૫ હજાર ૧૮૩ ક્યુસેક પાણીની આવક સામે એટલા જ પાણી ની જાવક . મચ્છુ ૨ ડેમ ના ૪ દરવાજા ૦.૬ મીટર ખોલવામાં આવ્યા.હાલ આખા રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે પોરબંદરની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. પોરબંદર જિલ્લાની આ તસવીરો ડ્રોન દ્વારા લેવામાં આવેલી છે. પોરબંદર જિલ્લાના ઘેડપંથક તેમજ શહેરના નીચાણવાળા વિસ્તારમાં જે રીતે જળબંબાકાર છે તે દેખાઇ રહ્યું છે. પરંતુ આ તસવીરો ક્યારની છે તે હજી સ્પષ્ટ થઇ નથી રહ્યું. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતાં ધોરાજી નજીકના ભાદર ૨ ડેમ સહિત ઉપરવાસના અનેક ડેમ અને નદીના ધસમસતા પાણી પોરબંદર જિલ્લાના અનેક ગામોમાં પહોંચી જતા હોય છે. જેના કારણે જિલ્લાના ગરેજ, ચિકાસા , નવીબંદર, રાજપર સહિતના ગામ અને હાઈવેમાં ભરાયેલા પાણીની ડ્રોન કેમેરાથી લેવાયેલી આ તસવીરો છે. માનવામાં આવી રહ્યું છે કે આ તસવીરો એક મહિના પહેલાની છે પરંતુ હાલ સોશિયલ મીડિયામાં વહેતી થઇ છે.

Related posts

ઓક્સીમીટરની માંગમાં ૫૦ ટકાનો વધારો

editor

૬૫ સભ્યોએ ચૂંટણીમાં આઠ લાખથી પણ ઓછો ખર્ચ કર્યો : ૨૦૧૨ની ચૂંટણીમાં ધારાસભ્યો કરેલા ખર્ચનું તારણ

aapnugujarat

સુરતમાં ડો. પ્રવીણ તોગડિયાની કારને ટ્રેલરે ટક્કર મારતા ઉત્તેજના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1