Aapnu Gujarat
શિક્ષણ

અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ ગોવિંદ ગુરૂ યુનિ.ના રજિસ્ટ્રારને આવેદનપત્ર સોંપ્યું

પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરા ખાતે “પાંચ જિલ્લાઓની કોલેજોનો સમાવેશ કરતી શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી આવેલી છે. હાલમાં કોરોનાનો માહોલ ચાલી રહ્યો છે. શિક્ષણકાર્ય પણ હવે ઓનલાઈન ચાલી રહ્યું છે. હિન્દુ યુવા વાહિની સંઘ અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ દ્વારા આજે યુનિવર્સિટિના રજિસ્ટ્રારને લેખિત આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવાયું હતું કે, ગુજરાત યુનિર્વસીટીમાં અભ્યાસ કરતા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રોગેશન આપી દેવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના એમ.એ, એમ.એ.સી, એમ.કોમ. (સેમ-૨)ના વિદ્યાર્થીઓને મેરીટ બેઇઝ પ્રમોશનનો લાભ આપવામાં આવે. યુનિ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ગ્રામીણ વિસ્તારમાંથી આવે છે ત્યારે તેમની ફી માફ કરવામાં આવે અથવા તો ફી ઓછી કરવામાં આવે તેવી રજુઆત આવેદન પત્રમાં કરવામાં આવી હતી.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

शिक्षा पाठ्यक्रम में जीएसटी को शामिल किया जाय : कैट

aapnugujarat

ફી નિયમનના કાયદાનો હવે ગુજરાતમાં કડકાઇથી અમલ

aapnugujarat

મોદી ૧૬મીએ વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1