Aapnu Gujarat
રાષ્ટ્રીય

બહેરીનમાં ગણપતિ દાદાની મૂર્તિ તોડાઈ

બહેરીનના એક સુપર માર્કેટની દુકાનમાં વેચાણ માટે મૂકાયેલી ગણપતિ દાદાની મૂર્તિઓને કેટલીક બુરખાધારી મહિલાઓએ તોડી નાંખી હતી અને હો હા મચાવી હતી. આ મહિલાઓ બુમો પાડીને કહેતી હતી કે, આ એક મુસ્લિમ દેશ છે. અહીં આવી મૂર્તિઓ વેચી નહીં શકાય. સોશ્યલ મિડિયા પર વાયરલ થયેલી વિડિયો ક્લીપમાં બે મહિલાઓ સુપરમાર્કેટની એક દુકાનમાં ઉભેલી દેખાય છે. એક મહિલા ગણપતિની મૂર્તિઓ એક પછી એક ઉપાડીને જમીન પર પટકીને તોડી નાંખતી દેખાય છે. આ દરમિયાન બીજી મહિલા આ આખીય ઘટનાને પોતાના મોબાઇલ ફોનમાં રેકોર્ડ કરતી દેખાઇ હતી ત્યારબાદ બંને મહિલાઓએ અરબી ભાષામાં સુપરમાર્કેટના એક કર્મચારીને ધમકાવવા માંડ્યો હતો. આ મહિલાઓ કહી રહી હતી કે આ મુહમ્મદ બિન ઇસાનો દેશ છે. શું તમને એમ લાગે છે કે આવી મૂર્તિઓ અહીં વેચવાની પરવાનગી તેમણે આપી છે. બીજી મહિલાએ સુપર માર્કેટના કર્મચારીને દબડાવતાં કહ્યું કે પોલીસને બોલાવવી હોય તો બોલાવો. અમે જોઇએ છીએ કે કોણ અહીં આ મૂર્તિઓની પૂજા કરે છે. આ દેશ ઇસ્લામમાં માનતા લોકોની બહુમતી ધરાવતો દેશ છે.
ઉલ્લેખનીય છે કે, બહેરીન પોલીસે તરત આ બંને મહિલાઓની ધરપકડ કરી હતી. બહેરીનના ગૃહ ખાતાએ કહ્યું હતું કે એક ધાર્મિક સમુદાયની ઘાર્મિક લાગણી દુભાવવાનો, ધાર્મિક પ્રતીકોને નુકસાન કરવાનો અને સુપર માર્કેટની એક દુકાનમાં ભાંગફોડ કરવાનો કેસ ૫૪ વર્ષની એક મહિલા સામે માંડવામાં આવ્યો હતો. બહેરીનના ગૃહ ખાતાએ એવી સ્પષ્ટતા કરી હતી કે આવાં કૃત્યોને અમારી સરકાર માન્યતા આપતી નથી.

Related posts

एलआईसी ने अपने ग्राहकों को दी राहत

aapnugujarat

मराठा आरक्षण : चुनाव से पहले फडणवीस ने खुद को दिखाया बेहतर

aapnugujarat

વ્યાજદર ઘટશે કે કેમ તે અંગે આજે નિર્ણય થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1