Aapnu Gujarat
બિઝનેસ

ભારતમાં ટિકટોકને મુકેશ અંબાણી ખરીદે તેવી ચર્ચાએ જોર પકડ્યું

ભારતમાં મોદી સરકારે ટિકટોક પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે બાદ અમેરિકામાં સુરક્ષાની દ્રષ્ટિએ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ટિકટોકના અમેરિકાના કારોબારને વેચી દેવા માટે આદેશ કર્યો છે. જે બાદ માઈક્રોસોફ્ટ ટિકટોકનો કારોબાર ખરીદી લેશે તેવી ચર્ચા છે. જ્યારે હવે ભારતમાં પણ ટિકટોક પોતાનો કારોબાર મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કે જિઓને વેચી શકે છે તેવી ચર્ચાઓ છે.
એક અખબારે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, ટિકટોકના સીઈઓ કેવિન મેયર રિલાન્યસના ટોપનાં અધિકારઓને મળ્યા હતા. તે જાણવા માગતા હતા કે શું રિલાયન્સ ભારતમાં ટિકટોકનો બિઝનેસ ખરીદવા માટે રસ ધરાવે છે કે નહીં. અને આ બેઠક બાદ રિલાયન્સ અને જિયો દ્વારા વિચાર કરવામાં આવી રહ્યો છે કે, શું ટિકટોકને ખરીદવું યોગ્ય રહેશે કે નહીં. એક અધિકારીએ જણાવ્યું કે, રિલાયન્સ અને ટિકટોકનાં અધિકારીઓ એકબીજા સાથે સંપર્કમાં છે.
માર્કેટમાં રિલાયન્સ ટિકટોકને ખરીદશે તે ચર્ચાએ જોર પકડ્યું છે. પણ રિલાયન્સ દ્વારા તેને અફવા ઘોષિત કરવામાં આવી છે અને આ મામલે કોઈપણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી. રિલાયન્સના પ્રવક્તાએ કહ્યું કે, કંપની હંમેશા સેબીના નિયમો હેઠળ અને સ્ટોક એક્સચેન્જના એગ્રિમેન્ટ હેઠળ સૂચનાઓ આપી છે.
ટિકટોકે પણ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપવાનો ઈન્કાર કરી દીધો છે. સાથે માઈક્રોસોફ્ટે પણ કોઈ જવાબ આપ્યો નથી. પણ સુત્રોનું માનીએ તો હાલ રિલાયન્સ અને ટિકટોક વચ્ચેની ડીલ પ્રાથમિક તબક્કામાં છે અને આ ડીલ થશે કે નહીં તે અંગે પણ અનેક સવાલો છે.

Related posts

ભારતને સોલારથી સક્ષમ કરવા અંબાણી મેદાને

editor

રિલાયન્સ જીઓ એરટેલને પછાડી બીજી મોટી કંપની બની

aapnugujarat

गोएयर के बेड़े में 50वां विमान शामिल, हर महीने एक विमान जोड़ने की योजना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1