Aapnu Gujarat
બિઝનેસ

ભારતને સોલારથી સક્ષમ કરવા અંબાણી મેદાને

મોદી સરકારે વર્ષ ૨૦૨૨ સુધીમાં ૧૭૫ ગીગા વોટ સોર ઉર્જા ઉત્પાદિત ક્ષમતા હાંસલ કરવાનું લક્ષ્ય૨ સેવ્યું છે. સરકારના આ લક્ષ્યાંરકને પૂર્ણ કરવામાં રિલાયન્સ મોટો ફાળો ભજવશે. મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં ઓછામાં ઓછી ૧૦૦,૦૦૦ મેગાવોટ સોલર પાવર ઉત્પાદન ક્ષમતા સ્થાપિત કરવા સાથે કાર્બન ફાઇબર પ્લાન્ટમાં પણ રોકાણ કરશે. આનાથી સૌર ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૮૦ ટકા સુધી વધશે. આ સાથે કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઘટાડો કરવામાં મદદ મળશે.સુર્ય ઉર્જા ક્ષેત્રે રૂ.૭૫ હજાર કરોડના રોકાણના મોટા એલાન બાદ હવે શાપુરજી પાલોનજી ગ્રુપ સાથે રૂ.૩૬૩૦ કરોડના કરાર કરતી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આજના સમયે ઔદ્યોગિક વિકાસ તો ઝડપભેર વધ્યો છે પરંતુ આ સાથે “પર્યાવરણનું રક્ષણ” પણ એક મહત્વનું અને અવગણી ન શકાય તેવું પરિબળ બન્યું છે. જાે હવે અવગણીશું અને વધતા જતા પ્રદુષણને રોકીશું નહીં તો હાલની જે સ્થિતિ છે તેના કરતા પણ ગંભીર સ્થિતિ ઉભી થઈ શકે છે. આથી ગ્રીન ડેવલપમેન્ટ પણ એક મહત્વનો મુદ્દો બન્યો છે. આ તરફ ધ્યાન દોરીશું તો જ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ શક્ય બનશે. આ તરફ મહત્વનું ધ્યાન દોરી દેશની ટોચની કંપની રિલાયન્સ ઉર્જા ક્ષેત્રે ભારતને સોલારથી સક્ષમ બનાવવા મેદાને ઉતરી છે. થોડો સમય અગાઉ ભારતના ટોચના ધનકુબેર મુકેશ અંબાણીએ જાહેરાત કરી હતી કે તે ૭૫ હજાર કરોડના રોકાણ થકી ભારતમાં નવા પ્રોજેક્ટ્‌સ શરૂ કરશે અને ભારતને સૂર્ય ઉર્જામાં વિશ્વમહારથી બનાવવાના મોદી સરકારના લક્ષ્યાંશકને વધુ વેગ આપવામાં મદદ કરશે. આ મોટા એલાનના થોડાં સમય બાદ જ એટલે કે હાલમાં ઉર્જા ક્ષેત્રે મહારથી બનવા રિલાયન્સે શાપૂરજી પાલોનજી (એસપી) ગ્રુપ સાથે અતિમહ્‌ત્વના કરાર કર્યા છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઈએલ)એ ૩,૬૩૦ કરોડ રૂપિયામાં ખુર્શીદ યાઝદી દરુવાલા પરિવાર સાથે સંયુક્ત સાહસ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારમાં ૪૦ ટકા હિસ્સો ખરીદી લીધો છે. આ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર એનર્જી ઉત્પાદિત કરતી કંપની છે. જણાવી દઈએ કે આ મલ્ટી-સ્ટેજ ડીલ સાથે, એસપી ગ્રુપે એક મહિનાની અંદર તેની બીજી નોંધપાત્ર સંપત્તિ વેચી દીધી છે. અગાઉ, શાપૂરજી પાલોનજી ગ્રુપે યુરેકા ફોર્બ્સ માટે યુએસ પ્રાઇવેટ ઇક્વિટી કંપની એડવેન્ટ ઇન્ટરનેશનલ સાથે રૂ .૪,૪૦૦ કરોડનો સોદો કર્યો હતો. બીજી બાજુ, એક જ દિવસમાં રિલાયન્સ માટે આ બીજું સોલાર એક્વિઝિશન છે. રિલાયન્સે નોર્વેજીયન સોલાર પેનલ ઉત્પાદક આરઆઇસી સોલર હોલ્ડિંગ્સને ચાઇના નેશનલ બ્લુસ્ટાર ગ્રુપ કંપની પાસેથી ૭૭૧ મિલિયન ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. આમ, આ સૌર ઊર્જા ઉત્પાદિત કરતી કંપનીઓનો હિસ્સો ખરીદતા રિલાયન્સ કઈ ગતિ અને રણનીતિ સાથે ઉર્જા ક્ષેત્રે આગળ ધપી રહી છે તેનો અંદાજાે લગાવી શકાય છે. આ ડીલ રિલાયન્સ ન્યૂ એનર્જી સોલર, શાપુરજી પલોનજી એન્ડ કંપની, ખુર્શીદ દારુવાલા અને સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલાર વચ્ચે છે. સોદાના પ્રથમ તબક્કામાં, રિલાયન્સ ન્યૂ એનર્જી સોલારને રૂ. ૩૭૫ પર ૨.૯૩ કરોડ ઇક્વિટી શેર (૧૫.૪૬ ટકા હિસ્સાની સમકક્ષ)ની પ્રેફરન્શિયલ ફાળવણી મળશે.

Related posts

1 करोड़ रुपए की नकद निकासी पर कटेगा 2% TDS

aapnugujarat

દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા બ્રિટનને પછાડી શકે છે ભારત

aapnugujarat

दिवालिया हो सकती है DHFL

aapnugujarat

Leave a Comment

UA-96247877-1