Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાજસ્થાન સંકટ : ભાજપ આજે અવિશ્વાસની દરખાસ્ત લાવશે

રાજસ્થાનમાં આવતીકાલે ભાજપ અશોક ગેહલોત સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવશે. કાલથી રાજસ્થાન વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યુ છે. આ અગાઉ ભાજપના ધારાસભ્યોની બેઠક થઈ હતી. આ બેઠકમાં આવતી કાલે રાજસ્થાનમાં અવિશ્વસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કરાયો હતો. આ બેઠકમાં ધારાસભ્યો પાસેથી પ્રસ્તાવને લઈ કરાર પણ કરાયો છે.
ભાજપનું કહેવુ છે કે, ગેહલોત પાસે સંખ્યા નથી. ગુલાબચંદ કટારીયાએ કહ્યુ હતું કે, ગેહલોત સરકાર હારી ગઈ છે. ધારાસભ્યો દળની બેઠકમાં ૭૧ ધારાસભ્યો સામેલ થયા હતા. ભાજપની સહયોગી પાર્ટી આરએલપીના ત્રણ ધારાસભ્યો તેમાં હાજર રહ્યા હતા.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતીશ પુનિયાએ કહ્યુ હતું કે, સરકારમાં ઘણા મતભેદ છે. સંભાવના છે કે, વિધાનસભામાં મત લાવી શકે છે કે, પણ તેમ છતાં અમે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છીએ. નેતા પ્રતિપક્ષ ગુલાબચંદ કટારિયાએ કહ્યુ હતું કે, પોતાના સહયોગીઓ સાથે આવતી કાલે વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી રહ્યા છીએ.
ગુરુવારે ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઇ તેમાં પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે તેમજ કેન્દ્રિય પ્રતિનિધિઓ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે હજુ બે દિવસ પહેલા જ કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો કોંગ્રેસમાં પરત ફરાય છે. ત્યારે હવે કોંગ્રેસ સામે બહુમતી સાબિત કરવાનો પડકાર ઉભો થયો છે.
રાજસ્થાન વિધાનસભામાં કુલ ૨૦૦ સીટ છે. બહુમત માટે ૧૦૧ સીટની જરૂર પડે છે. વિધાનસભામાં કોંગ્રેસ પાસે ૧૦૦ સીટોમાં જીત મેળવી હતી. ભાજપે ૭૩ સીટ મેળવી છે. બસપાના ૬ ઉમેદવારો ધારાસભ્યો છે. અન્યના ખાતામાં ૨૦ સીટ આવી હતી. બાદ બસપાના ૬ ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થયા હતા.

Related posts

UAEએ ભારતીયોને વર્ક વિઝા આપવાનું બંધ કરી દીધું છે : REPORT

aapnugujarat

નોકરીનો વરસાદ થશે : અઢી કરોડ લોકોને નોકરીની તક મળશે

aapnugujarat

મોદી છ મહિનામાં બીજી વખત કેદારનાથ પહોંચશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1