Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

બ્રાઝિલમાં કોરોનાનો આતંક : મૃત્યુઆંક ૧ લાખને પાર

કોરોના વાઇરસના કારણે બ્રાઝિલમા મૃત્યુનો આંક ૧ લાખને પાર થઇ ગયો છે. કોરોનાથી થયેલા મોતના આંકડાના કારણે અમેરિકા બાદ બ્રાઝિલ બીજા નંબર પર છે. બ્રાઝિલમા હજુ સુધી ૧ લાખ ૪૭૭ લોકોના મૃત્યુ થઇ ગયા છે. જ્યારે, સમગ્ર દુનિયામા મૃત્યુ પામનારનો આંકડો ૭ લાખ ૨૨,૦૦૦ સુધી પહોંચી ગયો છે.
૨૧ કરોડની વસ્તીવાળા દેશમા મે મહિના બાદ આ મહામારીના કારણે દરરોજ ૧૦૦૦થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને શુક્રવાર રાત સુધીમા કુલ ૯૯,૫૭૨ લોકો મૃત્યુ પામ્યા. સ્વાસ્થ્ય મંત્રાલયએ જણાવ્યુ છે કે, કોરોના વાયરસના કુલ ૨,૯૬૨,૪૪૪ કેસો આવ્યા છે.
સંક્રમણ અને મોતના કેસોમા અમેરિકા બાદ બ્રાઝિલ બીજા નંબરે છે. વિશેષજ્ઞોનુ માનવુ છે કે, બીજા કેટલાક દેશોની જેમ અહીં પૂરતી તપાસના અભાવે કેસોની વાસ્તવિક સંખ્યા અને મોતના સાચા આંકડા સામે આવતા નથી.
ખુદ કોરોના વાઇરસ પોઝીટીવ થયેલા રાષ્ટ્રપતિએ જેર બોલસોનારો આ બીમારીની અસર વિશે સતત શંકામા રહ્યા છે અને અર્થવ્યવસ્થા પર સતત પ્રતિબંધો હટાવી રહ્યા છે. તેઓ સતત ભીડમા જોવા મળ્યા છે અને કેટલીક વાર તો માસ્ક વગર જોવા મળ્યા છે. દેશમા કોરોનાથી થયેલા મૃત્યુનુ મને દુઃખ છે, આંકડો ૧,૦૦,૦૦૦ની સંખ્યા સુધી પહોંચી ગઇ છે, પરંતુ અમે આનુ સમાધાન શોધી લઇશુ.
આ મહામારીની વચ્ચે બ્રાઝીલમા સેનાના જનરલ એડુઆર્ડો પાજુએલો કાર્યકારી સ્વાસ્થ્ય મંત્રી છે. તેના પહેલા બે સ્વાસ્થ્ય મંત્રીઓ મલેરિયાની સારવારમા ઉપયોગ થનાર દવા હાઇડ્રોક્સિક્લોરોક્વિન તેમજ સામાજિક અંતરના ઉપાયોને લઇને બોલસોનારોના સાથે ચાલી રહેલા મતભેદોના કારણે રાજીનામુ આપી દીધુ હતુ.
કોવિડ-૧૯ને સામાન્ય તાવ ગણનાર બોલસોનારોએ કહ્યુ કે, તેઓ આ દવાના ઉપયોગથી સંક્રમણને દૂર કરી શકે છે. બ્રાઝિલમા ૨૭ મે બાદ વધુ રાજ્યોમા દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલવા લાગ્યા. રિયોમા શોપિંગ મોલ અને રેસ્ટોરન્ટ પહેલેથી જ ખુલ્લા છે અને લોકો સમુદ્ર કિનારે ફરી રહ્યા છે.

Related posts

हमारे देश में नहीं है कोरोना का एक भी मामला : किम जोंग उन

editor

આઇએસઆઇએસનું સામ્રાજ્ય ખતમ : ડોનાલ્ડ ટ્રમ્પ

aapnugujarat

$12 billion approved by World Bank for Covid-19 treatment

editor

Leave a Comment

UA-96247877-1