Aapnu Gujarat
ગુજરાત

કડીમાં સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિવારને ચેક અર્પણ

સમગ્ર વિશ્વમાં આજે કોરોના કહેર ચાલી રહ્યો છે ત્યારે આપણા દેશમાં પણ આજે કોરોના કેસાની સંખ્યા વધતી જાય છે. પોલીસ કર્મચારીઓ, ડૉક્ટર, નર્સ, સફાઈ કામદારોને કોરોના વોરિયસનું બિરૂદ આપવામાં આવ્યું છે. આ કમામ લોકો લોકડાઉન દરમિયાન દેશને ઘણી બધી સેવા આપી ચૂક્યા છે. મહેસાણાના કડી શહેરમાં કોરોનાના કેસો દિનપ્રતિદિન વધી રહ્યાં છે.
કડી નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગના કર્મચારી જે કોરોના વાયરસની બિમાબમાં સપડાયા બાદ મુત્યુ પામ્યા હતા જેથી રાજ્ય સરકાર દ્વારા સ્વર્ગસ્થની પત્નીને ૨૫ લાખની આર્થિક સહાય આપવામાં આવી છે. કડી નગરપાલિકા પાણી પુરવઠા વિભાગમાં ફરજબજાવતા વાસુભાઈ ઓડ કોરોના વાયરસની મહામારીમાં રાત દિવસ જોયા વગર કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા હતા ત્યારે તેમને કોરોના વાયરસનો ચેપ લાગતા તેમનું બે મહિના અગાઉ મુત્યુ પામ્યાં હતાં. આર્થિક સહાય આપવામાં કડી નગરપાલિકા ના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, ચીફઓફિસર, કડીના ધારાસભ્ય, જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ગાંધીનગર 282 વણકર સમાજ ની વાર્ષિક સામાન્ય સભા …

aapnugujarat

જમાલપુર અને રાયખડમાં સેનેટાઈઝની કામગીરી કરાઈ

editor

સુરતમાં સિક્યોર લાઇફ ગ્રુપ ઓફ કંપનીઝના સંચાલકો ૫૦૦૦ રોકાણકારોના ૧૦ કરોડ રૂપિયા ચાઉં કરી ગયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1