Aapnu Gujarat
ગુજરાત

શ્રી રામ મંદિરના ભૂમિપૂજનને લઈ દિયોદરમાં દિવાળી જેવો માહોલ

છેલ્લાં કેટલાંય વર્ષોથી દેશ જેની આતુરતાપૂર્વક પ્રતિક્ષામાં હતો અને તેમની આશા અપેક્ષા અને આકાંક્ષાઓને ૫ ઓગસ્ટના રોજ અંત આવ્યો છે. દેશમાં ભગવાન શ્રીરામની નગરી અયોધ્યામાં પારંપારિક દિવાળી કરતાં વહેલી દિવાળી જેવું વાતાવરણ સર્જાયું છે પરંપરાગત દિવાળી નવરાત્રિ પછી આવે પણ સમગ્ર દેશમાં ૫ ઓગસ્ટના રોજ દીપોત્સવ જેવું વાતાવરણ બન્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે આધારશિલા રાખવામાં આવી હતી. વિધિવત રીતે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં અત્યારે રામ મંદિર નિર્માણ માટે થઈ રહેલા ઐતિહાસિક ભૂમિપૂજનના સાક્ષી છે ત્યારે દિયોદર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દિયોદર પ્રખંડ દ્વારા ફટાકડા ફોડી એકબીજાનું મોં મીઠું કરી ઉજવણી કરાઈ હતી.
સમગ્ર વાતાવરણ ભગવાન શ્રીરામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું.
જયશ્રી રામના નાદથી વાતાવરણ રામમય બન્યું હતું.આ પ્રસંગે હરેશ ભાટિયા(જિલ્લા મંત્રી પ. બનાસકાંઠા), લાલાભાઈ જોશી (ગૌ રક્ષા પ્રમુખ પ. બનાસકાંઠા), ઓમ પ્રકાશ ભીમાણી( અધ્યક્ષ દિયોદર પ્રખંડ ) લાલાભાઈ મકવાણા ( ઉપાધ્યક્ષ પ્રખંડ)પ્રકાશ સુથાર, (મંત્રી પ્રખંડ ) સુરેશ સુથાર (બજરંગ દળ સંયોજક ), જયેશ મકવાણા , જગદીશ ચૌધરી, નરેશ પરમાર, હિતેશ ચૌધરી, બિપિન ચોરાસિયા તેમજ દિયોદર તાલુકાના વિશ્વ હિન્દુ પરિષદના લોકો હાજર રહ્યા હતા અને સૌએ આ ઐતિહાસિક ભૂમિ પુજન થતા આનંદ જોવા મળ્યો હતો.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર)

Related posts

રાજ્યસભાની ગુજરાતની ૪ બેઠકોની ચૂંટણી ૨૩ માર્ચે

aapnugujarat

કેનેડાના વડાપ્રધાન ગુજરાતમાં પહોંચ્યા બાદ શાનદાર સ્વાગત : ગાંધી આશ્રમ અને અક્ષરધામ મંદિરમાં પહોંચ્યા

aapnugujarat

કડીના ચાલાસણમાં પિતાએ ૮ માસની બાળકી પર એસિડ ફેંકી કરી હત્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1