Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુંબઈમાં ગઈકાલ રાતથી ભારે વરસાદ, દુકાન-ઓફિસો બંધ રાખવાનો આદેશ

મુંબઈમાં ગઈ કાલ રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે જેને કારણે ઘણાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. કિંગ સર્કલના રસ્તા પર અંદાજે 2 ફૂટ સુધીનું પાણી ભરાઈ ગયું છે.

આ સિવાય હિંદમાતા, સાયન, માટુંગામાં પણ પાણી ભરાઈ ગયા છે. બૃહન્મુંબઈ નગર નિગમ પ્રમાણે શહેરમાં છેલ્લાં 10 કલાકમાં 230 મિમી કરતા વધારે વરસાદ થયો છે. અરબ સાગર ઉપર ચોમાસું સક્રિય થવાના કારણે સોમવારથી મુંબઈમાં સારો વરસાદ થઈ રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારે વરસાદ સાથે હાઈટાઈડની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બપોરે 12.47 વાગે હાઈટાઈડ આવી શકે છે. આ દરમિયાન દરિયાના મોજા 4.45 મીટરની ઉંચાઈ સુધી ઉછળી શકે છે. દરિયાની આસપાસ રહેતા લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. તે સાથે જ BMCએ મુંબઈના ઘણાં વિસ્તારોમાં લોકોને ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

ભારે વરસાદના કારણે મુંબઈ લોકલની સર્વિસ ઠપ થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે મુંબઈમાં 8 રૂટ્સ પર બસોનો રસ્તો બદલી દેવામાં આવ્યો છે. BMCએ ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી સેવાઓને બાદ કરતાં દરેક કાર્યાલયોને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ભારે વરસાદ બાદ દાદર અને પ્રભાદેવીમાં પાણી જમા થવાના કારણે વિરાર-અંધેરી-બાન્દ્રામાં ઈમરજન્સી સેવા ચલાવવામાં આવી રહી છે. તે ઉપરાંત હાઈ ટાઈડની ચેતવણી અને ભારે વરસાદની આગાહીના કારણે બાંદ્રા-ચર્ચગેટ વચ્ચે બસ સેવા રોકી દેવામાં આવી છે. આ વિશેની માહિતી પશ્ચિમ રેલવેને આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં ગઈકાલ મોડી રાતથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. સાંતાક્રૂઝ, પરેલ, મહાલક્ષ્મી, મીરા રોડ, કોલોબા ડૂબતા જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં મુંબઈ અને થાણે માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ દરમિયાન ભારે વરસાદના કારણે વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર મકરમાં એક ભેખડ ધસી પડી છે. જોકે તેના કારણે કોઈને નુકસાન થયું નથી.

Related posts

રાફેલ ડીલ મામલે પારદર્શકતા જળવાઈ : જેટલી

aapnugujarat

पीएम मोदी ने वाराणसी में 6 लेन चौड़ीकरण परियोजना का उद्घाटन किया

editor

પેટ્રોલીયમ પ્રોડકટ પર ટેક્ષથી સરકારને ૪.૫૧ લાખ કરોડની કમાણી

editor

Leave a Comment

UA-96247877-1