Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઓસ્ટ્રેલિયામાં કોરોનાની માર

ઓસ્ટ્રેલિયાએ કોરોના વાયરસના વધતા કેસને જોતા પોતાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં ફરી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરી છે. દિવસમાં અહીં લોકો પોતાના ઘરેથી પાંચ કિલોમીટરની અંદર યાત્રા કરી શકશે. આ કર્ફ્યૂ આગામી છ સપ્તાહ સુધી યથાવત રહેશે. રાત્રે ૮ કલાકથી લઈને સવારે ૫ કલાક સુધી માત્ર જરૂરી સેવા સાથે જોડાયેલા લોકો, સ્વાસ્થ્યકર્મી અને પોલીસને જ બહાર નિકળવાની મંજૂરી છે.
વિક્ટોરિયા રાજ્યના પ્રીમિયરવ ડેનિયલ એંન્ડ્રયૂઝે રાજ્ય આપદાની જાહેરાત કરતા મેલબોર્નમાં સ્ટેજ ૪ના પ્રતિબંધો લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય નિષ્ણાંતોએ કહ્યું કે, મેલબોર્નમાં કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ વધુ ભયાનક થવાની છે. તેમના અનુસાર, ૧૩ સપ્ટેમ્બર સુધી આ શહેરમાં કોરોનાના કેસ ઉચ્ચ સ્તર પર જઈ શકે છે. અહીં જુલાઈની શરૂઆતમાં કર્ફ્યૂ લગાવવામાં આવ્યું હતું પરંતુ તેનાથી સંક્રમણના પ્રસાર પર કોઈ અસર ન પડી.
ડેનિયલ એન્ડ્રયૂઝે ચેતવણી આપતા કહ્યું કે, કોરોનાથી બચાવ માટે સમયનો પ્રતિબંધ, સાવધાની અને ચેતવણીનો સમય હવે પૂરો થઈ ગયો છે. જો કર્ફ્યૂ દરમિયાન તમે ઘર પર નથી અથવા તમને કોરોના સંક્રમણ છે અને તમે પોતાના બિઝનેસ પર જઈ રહ્યાં છે તો આક્રમક રીતે તમારો સામનો કરવામાં આવશે. અહીં બધાનું જીવન દાવ પર લાગેલું છે.આ દરમિયાન મેલબોર્નના લોકો દિવસમાં માત્ર એક કલાકની એક્સરસાઇઝ કરી શકે છે. આ સિવાય તેને ઘરથી પાંચ કિલોમીટર દૂર જવાની મંજૂરી મળશે નહીં. દરેક ઘરમાંથી એક વ્યક્તિને જરૂરી વસ્તુની ખરીદી કરવાની મંજૂરી રહેશે.
મેલબોર્નમાં મોટા ભાગની શાળા અને વિશ્વ વિદ્યાલયો થોડા દિવસ પહેલાં શરૂ થઈ ગયા હતા. જેને ફરી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરશે. આ સિવાય શહેરમાં લગ્ન સમારોહ પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Related posts

4 Canadian citizens sentenced to death on drug charges

editor

अन्य देश खाड़ी में अपने तेल परिवहन की सुरक्षा खुद करें : ट्रंप

aapnugujarat

अफगानिस्तान में आत्मघाती बम विस्फोट, 9 की मौत

editor

Leave a Comment

UA-96247877-1