Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદીનું રામ મંદિર નિર્માણમાં કોઈ યોગદાન નથી : સ્વામી

ગાંધી પરિવાર પર અવાર નવાર શાબ્દિક હુમલા કરતા ભાજપના સાંસદ ડો.સુબ્રમણ્યમ સ્વામીના નિશાને હવે પીએમ મોદી જ આવી ગયા છે.એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રામ મંદિરના મુદ્દે ડો.સ્વામીએ કહ્યુ હતુ કે, રામ મંદિર નિર્માણમાં પીએમ મોદીનુ કોઈ યોગદાન નથી. ભાજપના સાંસદે કહ્યુ હતુ કે, પાંચ વર્ષથી રામ સેતુની ફાઈલ તેમના ટેબલ પર પડી છે.ડો.સ્વામીને સવાલ પૂછાયો હતો કે, રામ મંદિરના ભૂમી પૂજનમાં કોને-કોને બોલાવવામાં આવવા જોઈએ…જેના જવાબમાં સ્વામીએ કહ્યુ હતું કે, પીએમ મોદીનુ મંદિર નિર્માણમાં કોઈ યોગદાન નથી. મંદિરના ફેવરમાં અત્યાર સુધીની દલીલો અમે કરી છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી સરકાર તરફથી એવુ કોઈ કામ કરવામાં આવ્યુ નથી જેને લઈને એવુ કહી શકાય કે તેના કારણે રામ મંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો હોય.
તેમણે આગળ કહ્યુ હતુ કે, જે લોકોએ કામ કર્યુ તેમાં રાજીવ ગાંધી, પી વી નરસિમ્હા રાવ અને અશોક સિંઘલનુ નામ સામેલ છે. ભારત અને શ્રીલંકા વચ્ચેના રામસેતુનુ રાષ્ટ્રિય ધરોહર જાહેર કરવા માટેની ફાઈલ પીએમ મોદીના ટેબલ પર પાંચ વર્ષથી પડી છે. તેના પર તેમણે હજી સહી કરી નથી. હું ધારુ તો કોર્ટ જઈને આ માટે આદેશ લાવી શકું છુ પણ મને મારી જ પાર્ટી સરકારમાં હોવાથી કોર્ટમાં જવાનુ ખરાબ લાગે છે.

Related posts

આજનું ભારત, મહાત્મા ગાંધીનું ભારત નથી રહ્યું : ફારુક અબ્દુલ્લા

editor

कृषि कानून विरोध के बीच केंद्र सरकार ने गन्ना किसानों को दी बड़ी सौगात

editor

ઐતિહાસિક રામલીલા મેદાન પર આજે મોદીની વિરાટ રેલી યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1