Aapnu Gujarat
ગુજરાત

બાળકોને શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત બ્રેકફાસ્ટ આપવાની તૈયારી

નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણના સ્તરને સુધારવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોના ભાગરૂપે હવે બાળકોને મિડ-ડે મીલ (મધ્યાહન ભોજન) ઉપરાંત બ્રેકફાસ્ટ આપવા પણ ભલામણ કરવામાં આવી છે.
ગયા સપ્તાહે કેબિનેટ સમક્ષ નવી શિક્ષણ નીતિમાં એ બાબત પર વિશેષ ભાર આપવામાં આવ્યો હતો કે બાળકોને સવારમાં પોષણયુક્ત બ્રેકફાસ્ટ આપવાથી તેમનો માનસિક વિકાસ ઝડપી બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી તેમ જ સરકાર સંલગ્ન તમામ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના ચલાવવામાં આવે છે.નવી નીતિમાં કહેવામાં આવ્યુ છે કે જો બાળકોને યોગ્ય ભોજન ન મળે અથવા તો બીમાર હોય તો તેના અભ્યાસ પર સીધી અસર થાય છે.આ સંજોગોમાં બાળકોના આરોગ્ય તથા પોષણની વિશેષ કાળજી રાખવામાં આવશે. આ તમામ બાબતોને જોતા ટ્રેન્ડ સોશિયલ વર્કર, કાઉન્સિલર તથા કોમ્યુનિટીને શાળાકીય વ્યવસ્થામાં જોડવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.
શિક્ષણ નીતિ પ્રમાણે એવી જગ્યા કે જ્યાં બાળકો સુધી ગરમ ભોજન પહોંચતુ નથી ત્યાં આરોગ્યપ્રદ ભોજન જેમ કે-મગફળી, ચણા-ગોળ તથા સ્થાનિક ફળોનો ઉપયોગ કરવામાં આવશે. તમામ શાળાના બાળકોના આરોગ્યની નિયમિત તપાસ કરવામાં આવશે. શાળામાં ૧૦૦ ટકા રસીકરણની સુવિધા પણ ઉપલબ્ધ બનશે. તેના મોનિટરિંગ માટે હેલ્થ કાર્ડ આપવામાં આવશે.
મંત્રાલયના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ધારો-૨૦૧૩ હેઠળ તમામ સરકારી અને સંલગ્ન શાળામાં દરરોજ ધોરણ-૧થી ધોરણ-૮ અથવા ૬થી ૧૪ વર્ષના બાળકોને મફત મધ્યાહન ભોજન આપવામાં આવે છે. આ યોજના હેઠળ આશરે ૧૧.૫૯ કરોડ બાળકોને લાભ મળે છે. આ કામગીરી સાથે આશરે ૨૬ લાખ કુક-કમ-હેલ્પર્સ જોડાયેલા છે.૨૯ જુલાઈના રોજ કેબિનેટની બેઠકમાં નવી શિક્ષણ નીતિને મંજૂરી આપવામાં આવી હતી. ૩૪ વર્ષ બાદ શિક્ષણ નીતિમાં આ ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે વર્ષ ૨૦૩૫ સુધીમાં ઉચ્ચ શિક્ષણમાં ૫૦ ટકા એનરોલમેન્ટનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. નવી શિક્ષણ નીતિ હેઠળ વિશ્વભરની મોટી યુનિવર્સિટીઓ તેમના કેમ્પસ દેશમાં લગાવી શકશે.

Related posts

સુરતમાં વિશ્વ યોગ દિવસનો રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે

aapnugujarat

સાબરકાંઠા પોલીસે પિસ્તોલ અને કારતુસ સાથે સાત શખ્સો ઝડપાયા

editor

રાજ્યભરમાં સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત રોટવાયરસ રસી અપાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1