Aapnu Gujarat
ગુજરાત

રેગ્યુલર સ્કૂલના સમયની જેમ 5થી 6 કલાક ભણાવતી શાળાઓને અપાશે સમય લિમિટ

કોરોના મહામારીને પગલે ગુજરાતમાં ચાલી રહેલા ઓનલાઇન શિક્ષણને પણ મર્યાદિત કલાકો જ આપવા માટેની એક ગાઈડલાઈન બનાવવામાં આવી રહી છે. જે મુજબ પ્રિ-પ્રાઈમરીમાં 30 મિનિટ સુધી, ધોરણ1થી 8માં 45-45 મિનિટના બે સેશન. તેમજ 9થી 12માં 30થી 45 મિનિટના ચાર સેશનની લિમિટ રાખવામાં આવશે.

રાજ્યમાં હાલ દિવાળી સુધી શાળાઓમાં શિક્ષણ ફરી શરૂ થાય તેવી શક્યતા નહીવત હોવાથી હવે ઓનલાઈન શિક્ષણને મહત્વ આપવા નિર્ણય લેવાયો છે. તેમાં પણ હવે કેન્દ્રની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકારે ઓનલાઈન શિક્ષણ માટેની સમય મર્યાદા નિશ્ચિત કરી છે.

શાળાઓ હાલ જે રીતે કલાકો સુધી અને રેગ્યુલર જેટલા સમય સુધી એટલે કે 5-6 કલાકનું ઓનલાઈન શિક્ષણ અપાય છે. તેના બદલે બાળકની ઉંમર તથા તે જે ક્લાસમાં ભણે છે તે મુજબ મર્યાદિત ઓનલાઈન શિક્ષણ મળશે. આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીને સ્કૂલ યુનિફોર્મ પહેરવું ફરજીયાત નહીં હોય અને તે બ્રેક પણ લઈ શકશે.

પ્રિ-પ્રાઈમરી શાળાઓમાં ઓનલાઈન શિક્ષણ 30 મિનિટથી વધુ નહીં હોય તેજ રીતે ધોરણ 1થી 8 સુધીના વિદ્યાર્થીઓમાં બે સેશનમાં 45-45 મિનિટના બે વર્ગ સુધી જ મર્યાદિત શિક્ષણ આપી શકાશે તો ધો.9થી12માં 30-45 મિનિટના વધુમાં વધુ ચાર સેશન રાખી શકાશે.

Related posts

રાજયની તમામ જેલમાં એકસાથે દરોડા

aapnugujarat

ગઢડા ખાતે 20 કરોડનાં ખર્ચે નવનિર્મિત યાત્રિક ભવનનું લોકાર્પણ

editor

घाटलोडिया क्षेत्र के पारसनगर में युवती द्वारा आत्महत्या करने से सनसनी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1