Aapnu Gujarat
રાષ્ટ્રીય

દુનિયાના અત્યંત ઘાતક ફાઈટર જેટ ‘રાફેલ’!, 3 KM સુધી નહીં ઉડી શકે ડ્રોન

ભારત-ચીન વચ્ચે હાલ સરહદે ભારે તણાવની સ્થિતિ છે અને આવા સમયે ભારતીય વાયુસેના વધુ શક્તિશાળી બનવા જઈ રહી છે.

રાફેલ બસ હવે ગણતરીના કલાકોમાં ભારતની જમીન પર ઉતરશે. ફ્રાન્સ સાથે થયેલી ડીલ મુજબ ફાઈટર વિમાનોની પહેલી ખેપ બુધવારે સવારે ભારત પહોંચશે. સોમવારે તમામ પાંચ વિમાન ફ્રાન્સથી રવાના થયા હતા અને સાત કલાકની મુસાફરી બાદ UAE પહોંચ્યા. હવે તેઓ ત્યાંથી ભારતની ઉડાણ ભરશે.

ભારતને અધિકૃત રીતે આ તમામ રાફેલ વિમાન ગત વર્ષે મળી ગયા હતાં. જે સમયે રક્ષામંત્રી રાજનાથ સિંહ ફ્રાન્સ પહોંચીને પૂજા અર્ચના કરીને વિધિવત રીતે તેમનો સ્વીકાર કર્યો હતો. ભારતીય વાયુસેનાના જણાવ્યાં મુજબ આ તમામ વિમાન અંબાલા એરબેસ પર રાખવામાં આવશે. આ માટે બધવારે રાફેલ ફાઈટર જેટ ત્યાં પહોંચશે.

રાફેલની ભારતમાં આવવાની તૈયારી ચાલી રહી છે. અંબાલા એરબેઝ પર રાફેલ પહોંચતા પહેલા જ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવામાં આવી રહી છે. એરબેઝના 3 કિલોમીટરના વિસ્તારમાં ડ્રોન પર સમગ્રપણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કોઈ પણ તેનું ઉલ્લંઘન કરશે તો તેની પર એક્શન લેવામાં આવશે. અંબાલા છાવણીના ડીએસપીએ જણાવ્યું કે, રાફેલના અંબાલા એરબેઝમાં તૈનાત થવા અમારા માટે ગર્વની વાત છે. અમે અત્યારથી રાફેલની સુરક્ષા માટે અનેક નિયમ તૈયાર કર્યા છે. જો કોઈ પણ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની પર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, રાફેલને અંબાલામાં તૈનાત કરવા પાછળ સૌથી મોટું કારણ એ છે કે ચીનની સીમાથી અંબાલા એરબેઝનું અંતર 300 કિલોમીટર છે. વર્ષ 2016માં ભારત અને ફ્રાન્સની વચ્ચે થયેલા રાફેલ ફાઇટર જેટના કરાર બાદ 5 રાફેલ હવે બુધવારે ભારતની જમીન પર લૅન્ડ કરવા જઈ રહ્યા છે.

રાફેલ ફાઈટર વિમાન હાલના સમયમાં દુનિયાનું સૌથી શાનદાર, ઘાતક ફાઈટર વિમાન ગણાય છે. રાફેલ એક મિનિટમાં 18 હજારની ઊંચાઈ પર જઈ શકે છે. રાફેલમાં 3 પ્રકારની મિસાઈલ લાગેલી હશે. હવામાંથી હવામાં માર કરનારી મીટિયોર મિસાઈલ, હવામાંથી જમીનમાં માર કરનારી સ્કેલ્ફ મિસાઈલ અને ત્રીજી છે હેમર મિસાઈલ. આ મિસાઈલોથી લેસ થયા બાદ રાફેલ દુશ્મનો પર તૂટી પડશે. રાફેલમાં લાગેલી મીટિયોર મિસાઈલ 150 કિમી અને સ્કેલ્ફ મિસાઈળ 300 કિમી સુધી નિશાન સાધી શકે છે. જ્યારે HAMMER એક એવી મિસાઈલ છે જેનો ઉપયોગ ઓછા અંતર માટે થાય છે. આ મિસાઈલ આકાશથી જમીનમાં વાર કરવા માટે અત્યંત કારગર નિવડે છે.

Related posts

દેશ મજબૂત સરકાર ઈચ્છે છે : મોદી

aapnugujarat

લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં ૬૦ ટકાથી વધુ મતદાન નોંધાયું

aapnugujarat

કર્ણાટક ચૂંટણી : નેતાઓ પૈસા અને ઘડિયાળો વહેંચી રહ્યા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1