Aapnu Gujarat
મનોરંજન

બીગ બીના બંગલાઓ કન્ટેન્મેન્ટ ઝોનમાંથી મુક્ત

11 જુલાઈએ 77 વર્ષીય અમિતાભ અને 44 વર્ષીય અભિષેકનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સાંજે જ બંને નાણાવટી હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. તેના બીજા દિવસે બિગ બીની પુત્રવધૂ 46 વર્ષીય ઐશ્વર્યા રાય બચ્ચન અને 8 વર્ષીય પૌત્રી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જો કે, ત્યારે કોઈ લક્ષણો ન દેખાતા તેમણે હોમ ક્વોરન્ટીન કર્યા હતા.

જયારે હવે અમિતાભ બચ્ચનના બંગલાઓ જલસા, જનક અને પ્રતીક્ષા કન્ટેન્મેન્ટ ઝોન મુક્ત થઇ ગયા છે. રવિવારે BMCની ટીમે દરેક બંગલાઓની બહાર લગાવેલા કન્ટેન્મેન્ટ ઝોનના પોસ્ટર કાઢી નાખ્યાં છે.

તમને જણાવી દઈએ કે આ પોસ્ટર અમિતાભ અને તેમના દીકરા અભિષેક બચ્ચનના નાણાવટી હોસ્પિટલમાં દાખલ બાદ સેનિટાઈઝેશન પ્રોસેસ કરીને લગાવ્યા હતા જે હવે કન્ટેન્મેન્ટ ઝોન મુક્ત થઇ ગયા છે. રવિવારે BMCની ટીમે દરેક બંગલાઓની બહાર લગાવેલા કન્ટેન્મેન્ટ ઝોનના પોસ્ટર કાઢી નાખ્યાં છે.

Related posts

શહીદ જવાનોનાં પરિવારોને મદદરૂપ થવા બદલ અક્ષય, સાઈનાને નક્સલવાદીઓની ધમકી

aapnugujarat

प्रसून जोशी को राजस्थान सरकार ने दिया सुरक्षा का आश्वासन

aapnugujarat

કરીના કપુર ફિલ્મોમાં ફરી સક્રિય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1