Aapnu Gujarat
Uncategorized

બનાવો ટેસ્ટી કેળાની ટીક્કી, એકદમ સરળ રીતે

તમે અત્યાર સુધી કેળાનું શાક, વેફર બનાવી હશે પરંતુ કાચા કેળાની ટિક્કી નઈ બનાવી હોય ? જો નથી બનાવી તો આજે અમે તમારા માટે કાચા કેળાની ટિક્કી બનાવવાની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં પણ સરળ છે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે.
જરૂરી સામગ્રી :-
આરાલોટ :- ૫૦ ગ્રામ
કાળા કેળા :- ૬૦૦ ગ્રામ
બાફેલા બટાટા:- ૩૦૦ ગ્રામ
આદુ:- ૪૦ ગ્રામ
લીલા મરચા :-૨૦ ગ્રામ
સિંધાલૂણ :- સ્વાદ અનુસાર
કોથમી, લાલ મરચું
જીરું પાવડર:- ૨૦ ગ્રામ
આમચૂર :- ૬ ગ્રામ
કસમીસ ૩૫ ગ્રામ:
પનીર :- ૩૦ ગ્રામ
ઘી :- જરૂરુયાત અનુસાર
સૌ પ્રથમ કાચા કેળાને બાફીને છોલી નાખો અને ઠંડા થવા દો. કોથમીર લીલા મરચા અને આદુંને ઝીણા સમારી લો અને બાફેલા કેળા અને બટાકામાં તેને મિકસ કરીને માવો તૈયાર કરી લો. તેમાં સિંધાલૂણ લાલ મરચું જીરું પાઉડર ભેળવો. હવે તેમાં આરારૂટ ભેળવીને મિશ્રણ તેયાર કરીને ગોળી બનાવો. હવે બીજા વાટકામાં પનીર લઇને તેમાં કશિમશિ મીઠું આદું લાલ મરચું અને કોથમીર ઉમેરીને મિકસ કરો. આ મિશ્રણને કેળાના ગોળામાં વચ્ચે ભરીને ટીક્કીની જેમ આકાર આપીને વચ્ચેથી દબાવી દો. ઇચ્છો તો આને ઘી અથવા તેલમાં ડીપ ફ્રાય કરો અથવા નોનસ્ટિકમાં ઘી મૂકીને બંને તરફ બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
બદામી રંગની થયા

Related posts

ધોરાજીમાં કપાસ પલળી ગઈ

editor

અમદાવાદ જીલ્લામાં કોર્ટ સહિતના અનેક સ્થાનો પર ફોગીંગ સહિતની કામગીરી હાથ ધરાઇ

aapnugujarat

સંઘના સ્વયંસેવકો હવે કોવિડ હોસ્પિટલમાં સેવા આપશે

editor

Leave a Comment

UA-96247877-1