Aapnu Gujarat
મનોરંજન

24થી 31 જુલાઈ સુધી OTT પ્લેટફૉર્મ પર આ જાણીતી ફિલ્મો થશે રીલિઝ

કોરોના મહામારી સમગ્ર દેશમાં જોવા મળી રહી છે તેને લઈને લોકડાઉનની સ્થિતિ સર્જાઈ હતી જયારે હાલ લોકડાઉનમાં રાહત મળી છે જયારે લોકડાઉનમાં બોલીવૂડ પર ઘણી અસર થઇ છે જયારે હાલ સિનેમાઘરો કયારે ખુલશે તે જોવાનું રહ્યું પરંતુ ઘણી જાણીતી ફિલ્મોની સુટીંગ થઇ ગઈ હતી ત્યારે અનેક ફિલ્મો 24 થી 31 જુલાઇની વચ્ચે OTT પ્લેટફોર્મ પર રીલિઝ થવાની છે.

જેમાં સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા પણ છે. જે 24 જુલાઇના રોજ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ પર રિલિઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સુશાંત સિંહ રાજપૂતના નજીકના મિત્ર અને બોલિવૂડના જાણીતા કાસ્ટિંગ ડાયરેક્ટર મુકેશ છાબડાએ કર્યું છે. આ ફિલ્મમાં સુશાંતની સાથે અભિનેત્રી સંજના સાંઘી પણ નજરે પડશે


કુણાલ ખેમૂની કોમેડી-ડ્રામા ફિલ્મ લૂટકેસ 31 જુલાઇ 2020ના રોજ થિયેટરના બદલે ડાયરેક્ટ ઓટીટી પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રીલિઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન રાજેશ કૃષ્ણને કર્યું છે. ફિલ્મમાં કૃણાલ ખેમૂ સિવાય રસિકા દુગ્ગલ, વિજય રાજ, રણવીર શૌરી અને ગજરાવ રાવ જેવા શાનદાર કલાકારો પણ અભિનય કરતા નજરે પડશે.


આ સિવાય બોલિવૂડની જાણીતી અભિનેત્રી વિદ્યા બાલનની ફિલ્મ શકુંતલા દેવી હ્યૂમન કમ્પ્યૂટર પણ એમેઝોન પ્રાઇમ પર 31 જુલાઇના રોજ રિલીઝ થશે. વિદ્યા બાલન આ ફિલ્મમાં શકુંતલા દેવીનો રોલ ભજવી રહી છે. અને આ ફિલ્મનું ડાયરેક્શન અનુ મેનને કર્યું છે.

તિગ્માંશુ ધુલિયા નિર્દેશિત ફિલ્મ યારા 30 જુલાઇના રોજ ઓટીટી પ્લેટફોર્મ જી5 પર રીલિઝ થશે. વિજય વર્મા, વિદ્યુત જામવાલ, અમિત સાધ અને કેની ડી જેવા સ્ટાર આમાં ચાર મિત્રોની ભૂમિકા ભજવી રહ્યા છે. અને ફિલ્મમાં તેમના સિવાય અભિનેત્રીના રૂપમાં શ્રૃતિ હસન પણ મહત્વની ભૂમિકા ભજવતી નજરે પડશે.

ફિલ્મ રાત અકેલી હૈ પણ નેટફ્લિક્સ પર 31 જુલાઇના રોજ રજૂ કરવામાં આવશે. આ ફિલ્મ હની ત્રેહનને ડાયરેક્ટ કરી છે. તેમાં નવાજુદ્દીન સિદ્દીકી સમેત રાધિકા આપ્ટે સાથે આદિત્ય શ્રીવાસ્તવ, શ્વેતા ત્રિપાઠી, ઇલા અરુણ, ખાલિદ તૈય્યબજી, શિવાની રધુવંશી અને તિગ્માંશૂ ધૂલિયા પણ નજરે પડશે.

Related posts

સનીના શોના આયોજકો હવે હાઇકોર્ટમાં પહોંચ્યા

aapnugujarat

टिस्का चोपड़ा के साथ फिर काम करना चाहता हूं : सुधीर मिश्रा

aapnugujarat

શાહરૂખની પુત્રી સુહાના બોલિવુડમાં એન્ટ્રી કરશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1