Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠાના ૯૧૧ ગામોમાંથી ૪૫૦૦ રાખડીઓ જવાનોને વિજય સૂત્ર રૂપે મોકલાશે

સાબરકાંઠા જિલ્લાના ૯૧૧ ગામોની ૪૫૦૦ બહેનો દેશની રક્ષા કરતા જવાનોને વિજય સૂત્ર રૂપે મોકલશે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા રક્ષાબંધન પર્વ ઉજવણી નિમિતે પહેલી રાખી દેશ પ્રેમ કીને સાર્થક કરવા માટે ગુજરાતના ૧૮૫૪૪ ગામમાંથી બહેનોની પ્રથમ રાખડી દેશની સરહદની રક્ષા કરતા વીર જવાનોને વિજય સૂત્ર રૂપે અર્પણ કરવાની છે. સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ ઝોન ઇન્ચાર્જ બિપીનભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લાના ૯૧૧ ગામમાંથી એક ગામમાંથી પાંચ રાખડી એમ ૪૫૦૦ રાખડી કવરમાં કંકુ, ચોખા અને પત્ર સાથે મોકલવામાં આવશે. દેશના વીર જવાનો પોતાના પરિવારથી દૂર દેશની સરહદોની રક્ષા કાજે તૈનાત છે જેથી આપણે ઘરે બેઠા તહેવારોની ઉજવણી સારી રીતે કરી શકીએ છીએ. દેશના સૈન્યના આ ઋણને સ્વીકારી દેશની કરોડો બહેનોની પ્રાર્થના દેશના જવાનોની સાથે છે અને તેમના વિજયની કામના કરતા પત્રો સરહદે મોકલી સૈન્યનું મનોબળ વધારવાની સાથે દેશના દરેક નાગરિકમાં સૈન્ય માટે આદર અને આત્મીયતા કેળવાય તે હેતુ સાથે સ્વામી વિવેકાનંદ યુવા કેન્દ્રના યુવાઓ આ કાર્ય કરી રહ્યા છે. યુવા કેન્દ્રના સભ્યો ગામની બહેનો અને જિલ્લા સંયોજક મંથન પંચાલ, તાલુકા સંયોજક અને શહેર સંયોજક કૌશિકભાઈ, કેતનભાઈ અને જીતેન્દ્રભાઈ દ્વારા ગામે ગામ પ્રવાસ કરીને આ રાખડી એકત્રિત કરવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

નર્મદા જિલ્લામાં મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાનો કાર્યક્રમનો પ્રારંભ : તા. ૩૧ મી જુલાઇ સુધી હક્કદાવા-વાંધા અરજીઓ રજુ કરી શકાશે

aapnugujarat

પ.પૂ.શ્રી જગદીશાનંદજીની ૬૫મી વર્ષગાંઠ નિમિતે નવો રેકોર્ડ : ૧૦૦૮ કિલોની અવધૂતી ખીચડી તૈયાર થઈ

aapnugujarat

અમદાવાદમાં સ્વાઈનફલૂના નવા ૪૩ કેસ : વધુ એક મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1