Aapnu Gujarat
ગુજરાત

પાવાગઢ પોલીસે પાંસ શખ્સોને પિસ્તોલ – કારતુસ સાથે ઝડપ્યા

સમગ્ર પંચમહાલ જીલ્લામાં ચાલી રહેલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટેની સુચના જીલ્લા પોલીસ અધિક્ષક દ્વારા આપવામાં આવેલ હોઈ,પાવાગઢ પોલીસને ચોક્કસ બાતમી મળેલ જેથી પોલીસ દ્વારા વડાતળાવ ચોકડી પાસે એક ગાડીને મોટરસાયકલ લઈ ઉભેલા પાંચ ઈસમોની તપાસ કરતા તેમની પાસેથી ૧ પિસ્તોલ ને ૩ જીવતા કારતુસ મળી આવ્યા હતા જેથી પોલીસ દ્વારા પાંચેય ઈસમોની અટકાયત કરી તેમની પાસેની ગાડી, મોટરસાયકલ, મોબાઈલને રોકડ સહિત ૧,૪૯,૦૩૦/- રૂ નો મુદ્દામાલ કબજે કરી તેમના વિરૂદ્ધ આર્મસ એક્ટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ દ્વારા (૧) ધનરાજ નહારસીંગભાઈ તોમર રહે.બડઘા ઉચલા ફળીયા તા. કાઠીવાડા જી.અલીરાજપુર (૨) જયલેશભાઈ ખીમલીયાભાઈ તોમર રહે. ઝરખલી બજાર ફળીયા તા.કાઠીવાડા જી.અલીરાજપુર (૩) સંજયભાઈ દિનેશભાઈ રાઠવા રહે. હરીઓમ બજાર કંવાટ જી.છોટાઉદેપુર (૪) દિનેશભાઈ નાનાબુભાઈ ભિલાલ રહે. મોરીયાવાડા તા.સોડવા જી.અલીરાજપુર (૫) રાજુભાઈ નાનસીંગભાઈ કનેશ રહે.રાતડ કટોલી ફળીયા તા.સોડવા જી.અલીરાજપુર.ની અટકાયત કરી તેમની પાસેથી પિસ્તોલ ૩ જીવતા કારતુસ અંગજડતી કરતા ૧૭૩૦/-રૂ રોકડા ને ૪ મોબાઈલ, ગાડી ને મોટરસાયકલ મળી કુલ ૧,૪૬,૦૩૦/- રૂનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો, તેમજ આરોપીઓની પ્રાથમિક તપાસ કરતા પિસ્તોલને કારતુસ અલીરાજપુર જીલ્લાના કાઠીવાડાના કુબી ગામમાં રહેતાં ગોવિંદ નામના ઈસમ પાસે થી લાવેલ હોવાનું જાણવા મળેલ હતું.
(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

મ્યુનિ. કોર્પો.નાં ૨૩૮ ઉચ્ચ અધિકારી પૈકી ૨૫ દ્વારા સંપત્તિ જાહેર થઇ

aapnugujarat

દૂધ સાગર ડેરીની ચૂંટણીમાં અશોક ચૌધરીનો વિજય

editor

ગુજરાતમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની સ્થાપના કરવામાં આવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1