Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

PM મોદીનું UNમાં સંબોધન, જાણો કયા મુદ્દા પર આપ્યો ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર UNની 75મી વર્ષગાંઠ પર આયોજીત કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. UNના અસ્થાયી સભ્ય બન્યા બાદ PM મોદીનું આ પહેલું સંબોધંન હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ સંબોધન વર્ચુઅલ હતું જેમાં ચીન અને પાકિસ્તાનનો કોઈ જ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

ચીન-પાકિસ્તાનને બાદ કરતા અનેક મુદ્દાઓ આ સંબોધનમાં ભારે રહ્યા હતાં. પીએમ મોદીએ UNની આર્થિક અને સમાજીક પરિષદના સત્રમાં સંબોધન કર્યું હતું. જ્યાં પીએમ મોદીએ ભારતની સફળતા ગણાવી હતી. સાથે જ તેમને કોરોના વાયરસ મહામારી દરમિયાન ભારત તરફથી કરવામાં આવેલા કામોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, કોરોના પર ભારતનો રિકવરી રેટ સૌથી વધારે અને સારો છે.

પીએમ મોદીએ આ સંબોધનમાં ગરીનોની સારવાર માટે આયુષ્યમાન ભારત યોજનાની ચર્ચા કરી હતી. સાથે જ સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને ચલાવવામાં આવેલા અભિયાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત પોતાના સંબોધનમાં પર્યાવરણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, વિકાસના માર્ગે આગળ વધતા અમે પ્રકૃતિનું પણ સંપૂર્ણ ધ્યાન કાળજી રાખીએ છીએ.

આ ઉપરાંત તેમણે ગરીબોના કલ્યાણની વાત પણ રજુ કરી હતી. સાથે જ 6 વર્ષમાં 40 કરોડ બેંક ખાતા ખોલીને ગરીબોના બેંકો સાથે જોડ્યાની વાતને પણ પીએમ મોદીએ એકદમ પ્રભાવી રીતે રજુ કરી હતી. આ ઉપરાંત દરેક ગરીબને ઘર આપવા માટે આવાસ યોજનાની ચર્ચા પણ તેમણે પોતાના સંબોધનમાં કરી હતી.

ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. જ્યારે પાકિસ્તાન તરફથી પણ સતત આતંકવાદીઓની ઘુષણખોરી અને તેને લઈને સશસ્ત્ર અથડામણો પણ થતી રહે છે. પરંતુ વડાપ્રધાનએ UNમાં પોતાના સંબોધનમાં આ વાતનો કોઈ જ ઉલ્લેખ કર્યો નહોતો. પીએમ મોદી ચીન-પાકિસ્તાનના વિવાદને બાજુ પર રાખીને વિકાસના મુદ્દાને જ વિશ્વ ફલક પર રજુ કર્યો હતો.

Related posts

ત્રાસવાદી ગતિવિધીઓ માટે જાકીઉર લખવી ફંડ એકત્રિત કરે છે

aapnugujarat

ताइवान में 5.9 तीव्रता का भूकंप

aapnugujarat

Russia is helping China build missile warning system: Putin

aapnugujarat

Leave a Comment

UA-96247877-1