ભારતમાં કોરોના વાયરસના વધતા જતા કેસના કારણે IPLને સંયુક્ત અરબ અમીરાત (UAE)માં આયોજિત કરવાની અટકળો વચ્ચે દુબઇ સીટીના ક્રિકેટ તથા પ્રતિયોગિતા પ્રમુખએ કહ્યું કે, તે આ પ્રકારની મોટી ટુર્નામેન્ટ માટે પોતાની સુવિધાઓ તૈયારીઓ રાખી રહ્યા છે. IPLનું આયોજન સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં કરવામાં આવી શકે છે કારણ કે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયામાં થનાર ટી20 વર્લ્ડકપને લઇને અનિશ્વિતતા છે.
તેમણે કહ્યું કે, દુબઇ સ્પોર્ટ્સ સિટી આ ટી20 લીગના સંભવિત સ્થળ તરીકે તૈયાર છે. સ્પોર્ટ્સ સિટીમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ અને આઇસીસી એકેડમી સામેલ છે. ‘જો ઓછા સમયમાં વધુમાં વધુ મેચોનું આયોજન કરવામાં આવે છે તો સ્ટેડિયમમાં નવ વિકેટ વધુ સારી સ્થિતિમાં છે. અમે વિકેટોને તાજી રાખવા માટે અન્ય મેચોનું આયોજન કરીશું નહી.
ઉલ્લેખનીય છે કે, UAEમાં કોરોના વાયરસના 50,000થી વધુ સામે આવ્યા છે જેમાં 300થી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં આ આંકડો 10 લાખને પાર થઇ ચૂક્યો છે અને 25,000થી વધુ લોકોના મોત થયા છે.