Aapnu Gujarat
રાષ્ટ્રીય

રક્ષામંત્રી રાજનાથ સિંહની લેહ મુલાકાત

ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની વચ્ચે તણાવપૂર્ણ સ્થિતિઓની વચ્ચે રક્ષામંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત અને ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ મનોજ મુકુંદ નરવણે શુક્રવાર સવારે લેહની મુલાકાતે પહોંચ્યા છે.

રાજનાથ સિંહ અહીંની પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે. ત્યારે હવે જો દગાબાજ ચીન કંઇ અવળચંડાઇ કરવા જશે તો ભારત જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. પાછલા દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ હવે રક્ષામંત્રીના લેહ મુલાકાતને ખૂબ જ અગત્યની મનાય રહી છે. લેહના ટસ્કનમાં છે. તેઓ સુરક્ષાબળોની પૈરા ડ્રોપિંગ સ્કિલને જોઇ રહ્યા છે. દુશ્મન સામે ભારતીય જવાનોની સજ્જતાના માહિતી મેળવી રહ્યા છે.

રક્ષામંત્રી રાજનાથ સિંહ શુક્રવાર સવારે ભારતીય વાયુસેનાના સ્પેશ્યલ વિમાન દ્વારા દિલ્હીથી લેહના કુશક બાકુલા રિંપોશે એરપોર્ટ પર પહોંચ્યા. લેહ એરપોર્ટ પર લદ્દાખના સાંસદ જામયાંગ સેરિંગ નામગ્યાલ અને સેનાના 14મા કોરના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું.

રાજનાથ સિંહ પોતાની આ મુલાકાતમાં સૈન્ય અધિકારીઓની સાથે એલએસીની સ્થિતિઓ પર ચર્ચા કરશે. આ સિવાય અત્યારે હોસ્પિટલમાં દાખલ એ જવાનોની મુલાકાત કરી શકે છે જે ગલવાન ઘાટીમાં થયેલ ઝડપમાં ઘાયલ થયા હતા. રાજનાથ સિંહ અહીં પર સુરક્ષા એજન્સીઓ અને સૈન્ય અધિકારીઓની સાથે એક બેઠકમાં પણ ભાગ લેશે.

રાજનાથ સિંહ શુક્રવારના રોજ જ ફોરવર્ડ વિસ્તારોમાં તૈનાત સેનાના જવાનો સાથે મુલાકાત કરી તેમનો હૌંસલો વધારશે. ત્યારબાદ તેઓ શ્રીનગર માટે રવાના થશે. જમ્મુ-કાશ્મીરની મુલાકાત પર પણ રાજનાથ શ્રીનગરમાં કેટલાંય વરિષ્ઠ અધિકારીઓની સાથે વાતચીત કરશે. રાજનાથ સિંહ શ્રીનગરમાં સૈન્ય અધિકારીઓ અને સુરક્ષા એજન્સીઓના ઓફિસરોથી સરહદ, નિયંત્રણ રેખા અને રાજ્યની આંતરિક સ્થિતિઓ પર વાતચીત કરશે.

Related posts

જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં છવાઇ બરફની ચાદર

aapnugujarat

કલમ ૩૭૦ અને ૩૫-એ સાથે છેડછાડ કરીને ભાજપ યુદ્ધ ઈચ્છે છે : ચિદમ્બરમ

aapnugujarat

બેગુસરાય સીટ પર ગિરીરાજ અને કનૈયા કુમાર વચ્ચે ટક્કર રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1