Aapnu Gujarat
બિઝનેસ

સેન્સેક્સ અને નિફ્ટી વધઘટ બાદ વધીને સેટલ

આજના કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર મજબૂતીની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી ૧૦૮૦૦ ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે ૩૬૭૩૦ ની પાર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ ૧૦,૮૩૬.૮૫ સુધી પહોંચ્યો તો સેન્સેક્સ ૩૬,૮૦૬.૩૦ સુધી પહોંચ્યો હતો.સ્મૉલકેપ અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળ્યુ.
બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ ૦.૧૧ ટકા વધીને ૧૩,૪૯૭.૯૭ ના સ્તર પર બંધ થયા છે. જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ ૦.૬૧ ટકાની મજબૂતીની સાથે ૧૨,૮૬૨.૬૧ પર બંધ થયા છે.અંતમાં બીએસઈના ૩૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ ૪૦૮.૬૮ અંક એટલે કે ૧.૧૨ ટકાની મજબૂતીની સાથે ૩૬૭૩૭.૬૯ ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના ૫૦ શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી ૧૨૬.૭૦ અંક એટલે કે ૧.૧૮ ટકાની વધારાની સાથે ૧૦૮૩૨.૫૦ ના સ્તર પર બંધ થયા છે.આજે બેન્કિંગ, પ્રાઈવેટ બેન્ક, આઈટી ફાઈનાન્સ સર્વિસ, ઑટો, પીએસયુ બેન્ક, મેટલ, ફાર્મા અને રિયલ્ટી શેરોમાં સારી ખરીદારી જોવા મળી છે. બેન્ક નિફ્ટી ૧.૬૪ ટકાના વધારાની સાથે ૨૨,૯૫૪.૦૫ ના સ્તર પર બંધ થયા છે.
જ્યારે એફએમસીજી શેરોમાં દબાણ જોવાને મળ્યુ છે.આજના કારોબારના આ સમય દરમ્યાન દિગ્ગજ શેરોમાં હિંડાલ્કો, એચડીએફસી, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ગેલ અને બજાજ ફિનસર્વ ૨.૭૬-૬.૫૮ ટકા સુધી વધીને બંધ થયો છે. જો કે દિગ્ગજ શેરોમાં ભારતી ઈન્ફ્રાટેલ, કોલ ઈન્ડિયા, ટેક મહિન્દ્રા, ઓએનજીસી, હિરો મોટોકૉર્પ અને વિપ્રો ૦.૫૪-૧.૯૪ ટકા સુધી ઘટીને બંધ થયા છે.મિડકેપ શેરોમાં મોતિલાલ ઓસવાલ, જિંદાલ સ્ટીલ, વેરકો એન્જિનયર, હુડકો અને સેલ ૬.૦૪-૩.૯૬ ટકા સુધી વધીને બંધ થયા છે. જો કે મિડકેપ શેરોમાં ફ્યુચર રિટેલ, આઈડીબીઆઈ બેન્ક, ભારત ઈલેક્ટ્રિક, પીએન્ડજી અને એયુ સ્મૉલ ફાઈનાન્સ ૪.૯૯-૩.૨ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
સ્મૉલકેપ શેરોમાં એમએસટીસી, ગુફિક બાયો, રેમ્કી ઈન્ફ્રા, ડીબી કૉર્પ અને આઈએસએલ ૧૯.૯૭-૧૦.૮૦ ટકા સુધી ઉછળીને બંધ થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં સેન્ચ્યુરી પ્લાય, મનાલી પેટ્રો, વાલચંદનગર, અદાણી ગ્રીન અને સ્ટરલિંગ એન્ડ વિલ્સ ૫.૪૬-૪.૯૯ ટકા નબળાઈની સાથે બંધ થયા છે.

Related posts

જિયો ની નવી જીએસટી સ્પેશ્યલ ઑફર : ૧ વર્ષ સુધી અનલિમિટેડ કૉલ અને ફ્રી ડેટા

aapnugujarat

એફપીઆઈ દ્વારા મે મહિનામાં ૪.૨ અબજ ડૉલર ઠલવાયા

aapnugujarat

એરટેલના અજય પૂરી COAI ના નવા ચેરમેન તથા જિઓના મિત્તલ બન્યા વાઇસ ચેરમેન

editor

Leave a Comment

UA-96247877-1