Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચિત્રકૂટમાં સગીરાઓનું યૌન શોષણ થતું હોવાનો ખુલાસો

ઉત્તર પ્રદેશનાં ચિત્રકૂટની ખાણોમાં ઓછી ઉંમરની છોકરીઓ સાથે શારીરિક શોષણ થઈ રહ્યું છે. ચિત્રકૂટનાં ડફઈ ગામમાં રહેનારી સૌમ્યા (નામ બદલેલું છે) જણાવે છે કે ખાણમાં જઇને કામ માંગીએ છીએ તો લોકો કહે છે કે શરીર આપો તો જ કામ આપીશું. અમારી મજબૂરી છે. તેમની વાત માનીને પછી કામ કરી લઇએ છીએ. અનેકવાર કામનાં પુરા પૈસા પણ નથી મળતા. ખાણમાં કામ કરનારા લોકો કહે છે કે તમને કામ પર નહીં રાખીએ. હવે કહો આવામાં શું ખાઈશું? આ કારણે અમે જઇએ છીએ અને તેમની વાત માની લઇએ છીએ.
એક રિપોર્ટ બતાવવામાં આવ્યા બાદ ડીએમએ તપાસનાં આદેશ આપ્યા છે. એક ચેનલે ખુલાસો કર્યો હતો કે ચિત્રકૂટની ખાણોમાં કામનાં બદલે નાબાલિક છોકરીઓનું જાતિય શોષણ કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લા અધિકારીએ આ મુદ્દાની મેજિસ્ટ્રેટ તપાસનાં આદેશ આપ્યા છે. એક ચેનલે મંગળવારનાં પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો હતો કે ચિત્રકૂટમાં ગરીબોની નાબાલિગ દીકરીઓને કામની મજૂરી માટે જાતિય શોષણનો શિકાર થવું પડે છે.
રિપોર્ટમાં બતાવવામાં આવ્યું હતુ કે ઠેકેદાર અને વચેટિયા તેમને કામની મજૂરી નથી આપતા અને મજૂરી માટે આ છોકરીઓની સાથે જાતિય શોષણ કરવામાં આવે છે. આ પહેલા દિલ્હી મહિલા આયોગની ચેરપર્સન સ્વાતિ માલીવાલે ટ્‌વીટ કરીને યોગી આદિત્યનાથ સરકારને આ મામલે તરત જ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફક્ત ૨૦૦-૩૦૦ રૂપિયાની મજૂરી માટે આ ગરીબ છોકરીઓ સાથે ક્રુરતા કરવામાં આવી રહી છે અને તેમા પણ તેમને પુરા પૈસા આપવામાં આવતા નથી.
આ ગરીબ છોકરીઓ ભણવાની ઉંમરે પરિવારનું ભરણ-પોષણ કરવાની જવાબદારી ઉઠાવી રહી છે. મહેનતાણા માટે પોતાના દેહનો સોદો કરવો પડી રહ્યો છે. કંઇક બોલે તો પહાડથી ફેંકી દેવાની ધમકીઓ મળે છે. છોકરીઓએ કહ્યું છે કે ના કહેવા પર તેમને મારવામાં આવે છે, ગાળો બોલે છે. હવે આ સમગ્ર મામલે ડીએમએ તપાસનાં આદેશ આપ્યા છે.

Related posts

ગેસ સિલિન્ડર કિંમતમાં કોઇ વધારો નહીં ઝીંકવાનો નિર્ણય

aapnugujarat

અલાહાબાદ યુનિ.ની હોસ્ટેલમાં મોટા જથ્થામાં બોમ્બ બનાવવાનો સામાન જપ્ત

aapnugujarat

सीक्रेट मिशन के तहत घाटी के दौरे पर श्रीनगर पहुंचे अजीत डोभाल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1