Aapnu Gujarat
બિઝનેસ

એફપીઆઈ દ્વારા મે મહિનામાં ૪.૨ અબજ ડૉલર ઠલવાયા

વિદેશી મૂડીરોકાણકારોએ દેશના મૂડી માર્કેટમાં મે મહિનાના ગાળામાં ૪.૨ અબજ ડોલરની જંગી રકમ ઠાલવી દીધી છે. સામાન્ય મોનસુનની આગાહી અને મોટાભાગની વસ્તુઓ માટે જીએસટીના રેટ નક્કી કરવામાં આવ્યા બાદ વિદેશી રોકાણકારો આશાસ્પદ દેખાઈ રહ્યા છે. રસપ્રદ બાબત એ છે કે, મોટાભાગના ફંડ દ્વારા વિદેશી પોર્ટ ફોલિયો દ્વારા ડેબ્ટ માર્કેટમાં સૌથી વધારે નાણા રોકવામાં આવ્યા છે. અમેરિકા અને ભારત વચ્ચે ૧૦ વર્ષના બોન્ડના આંકડા વચ્ચે પણ ખુબ અંતર છે. નવેસરના આંકડા દર્શાવે છે કે, છેલ્લા મહિનામાં ઇક્વિટીમાં એફપીઆઈ દ્વારા ૭૭૧૧ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા જ્યારે સમીક્ષા હેઠળના ગાળામાં ડેબ્ટ માર્કેટમાં ૧૯૧૫૫ કરોડ ઠાલવી દેવામાં આવ્યા હતા. આની સાથે નેટ ઇનફ્લોનો આંકડો વધીને ૨૬૮૬૬ કરોડ સુધી પહોંચી ગયો છે. મોટી સંખ્યામાં વસ્તુઓ અને સર્વિસના રેટ જીએસટી હેઠળ હાલમાં નક્કી કરવામાં આવી ચુક્યા છે. માર્કેટ નિષ્ણાતો માની રહ્યા છે કે, જીએસટી રેટના દર નક્કી કરવામાં આવ્યા બાદ નવી આશા જાગી છે. જીએસટી કાઉન્સિલની બેેઠકમાં હાલમાં જ દરો નક્કી કરવામાં આવ્યા હતા. પહેલી જુલાઈથી ઐતિહાસિક જીએસટી વ્યવસ્થા અમલી બનાનાર છે. મૂડીરોકાણકારો માની રહ્યા છે કે, જીએસટી અમલી બની ગયા બાદ ભારતમાં ચિત્ર વધુ સ્પષ્ટ થશે. ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ભાજપની જીત સહિત કેટલાક હકારાત્મક પરીબળો વચ્ચે છેલ્લા ત્રણ મહિનામાં એટલે કે ફેબ્રુઆરી-એપ્રિલના ગાળા દરમિયાન નેટ ઈનફ્લોનો આંકડો ૯૪૯૦૦ કરોડ રૂપિયા રહ્યો છે. આ પહેલા આવા રોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં ૩૪૯૬ કરોડ રૂપિયા ડેબ્ટ માર્કટમાંથી પાછા ખેંચી લીધા હતા. ઉત્તરપ્રદેશ ચૂંટણી સહિત પાંચ રાજ્યોમાં થોડાક સમય પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને શાનદાર સફળતા મળ્યા બાદ વિદેશી મૂડીરોકાણકારો હાલમાં અતિઉત્સાહિત દેખાઈ રહ્યા હતા અને મૂડી બજારમાં જંગી નાણા ઠાલવી રહ્યા હતા.
ઓક્ટોબર અને જાન્યુઆરી મહિનામાં એફપીઆઈ દ્વારા અભૂતપૂર્વ રકમ પાછી ખેંચી લેવામાં આવ્યા બાદ ફરી એકવાર ઉલ્લેખનીય પ્રવાહ જોવા મળી રહ્યો હતો. મૂડીરોકાણકારો માની રહ્યા હતા કે, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં એનડીએની અભૂતપૂર્વ જીત થયા બાદ સરકાર વધુ કઠોર અને સાહસી સુધારાવાદી નીતિ સાથે આગળ વધશે. ભારતમાં વધુ સુધારવાદી નીતિઓ મોદી સરકાર રજૂ કરી શકે છે. ઉત્તરપ્રદેશમાં રેકોર્ડ જીત મળ્યા બાદ એફપીઆઈમાં વધારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૭માં નેટ સેલર તરીકે રહ્યા બજેટ બાદથી એફપીઆઈ દ્વારા ઉદાર વલણ અપનાવવામાં આવ્યું હતુ. ગયા મહિનામાં ૫૬૯૪૪ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. ફેબ્રુઆરીમાં ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં ૧૫૮૬૨ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઓક્ટોબર ૨૦૧૬ અને જાન્યુઆરી ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૮૦૦૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. બીજી બાજુ વૈશ્વિક અર્થતંત્રને લઇને ચિંતા પ્રવર્તી રહી છે. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલી ખેંચતાણની માઠી અસર વૈશ્વિક બજારો ઉપર થઇ રહી છે. નવેસરના આંકડા મુજબ આ વર્ષે ઇક્વિટી અને ડેબ્ટ એમ બંને ગણીને મૂડી માર્કેટમાં કુલ રોકાણનો આંકડો ૧.૨૧ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે.

Related posts

નોટબંધી-જીએસટીના કારણે ગારમેન્ટ ઉદ્યોગને ૩૦  ટકાનો ફટકો

aapnugujarat

અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

editor

સુરતના રંગબેરંગી ચળકતા ડાયમંડની દુનિયાભરમાં ડિમાન્ડ વધી

editor

Leave a Comment

UA-96247877-1