Aapnu Gujarat
રમતગમત

આ શું ! લાઝિઓના પેટ્રિકે વિરોધી ટીમના ફૂટબોલરને દાંત વડે બચકુ ભર્યું

લાઝિયોના ડિફેન્ડર પેટ્રિકને તેની હરીફ ટીમના ખેલાડીને દાંતથી બચકું ભરવા બદલ લાંબા સમય ગાળાના પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે. આ ઘટના લાઝીઓ ની લેસી ના હાથે મળેલ 2-1ની હાર દરમિયાન ઘટી હતી.આ હારથી લાઝિઓની ટાઇટલની આશાઓ લગભગ સમાપ્ત થઈ ગઈ હતી અને ખેલાડીઓ અંતિમ ક્ષણોમાં એકબીજા સાથે ઝગડવા લાગ્યા હતા.તે પછી જ, 27 વર્ષીય પેટ્રિકે લેસીના ડિફેન્ડર જિયુલિઓ ડોનાટીના ડાબા હાથે દાંત વડે બચકું ભરી દીધું હતું. ત્યારબાદ તેને રેડ કાર્ડ બતાવીને તરત જ તેને બહાર કરી દેવામાં આવ્યો હતો.
કોરોના વાયરસના રોગચાળાના પ્રભાવને જોતા, આ ઘટનાને વધુ ગંભીર માનવામાં આવે છે કારણ કે ફૂટબોલની એક મોટા માર્ગદર્શન પછી વાપસી થઈ છે જેમાં ગોલ થયા પછી ઉજવણી કરતી વખતે એકબીજાને ગળે ન લગાડવાનો સમાવેશ થાય છે.2013 માં,લુઇસ સુઆરેઝએ જે લિવરપૂલ તરફથી રમતો હતો તેને આવું કરવા બદલ ઇંગ્લિશ ફુટબોલ એસોસિએશને તેના પર દસ મેચ માટેનો પ્રતિબંધ મૂક્યો હતો.ઋગ્વે ના ઇસ ફોરવર્ડને 2014 ના વર્લ્ડ કપમાં ઇટાલીના ડિફેન્ડર જ્યોર્જિયો ચિલ્લેનીને બચકું ભરવા બદલ નવ આંતરરાષ્ટ્રીય મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.

Related posts

વર્લ્ડ કપ થાળીમાં કોઈ પીરસીને નહીં આપે : Rohit Sharma

aapnugujarat

ફિફા-૧૭ વર્લ્ડકપ મેચ છ સ્ટેડિયમોમાં રમાશે

aapnugujarat

भारत में सीरीज शानदार होगी : वार्नर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1