Aapnu Gujarat
રમતગમત

વર્લ્ડ કપ થાળીમાં કોઈ પીરસીને નહીં આપે : Rohit Sharma

વનડે વર્લ્ડ કપ (ODI World Cup 2023) આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાશે. આ ટૂર્નામેન્ટ 46 દિવસો સુધી ચાલશે અને ત્રણ નોકઆઉટ સહિત કુલ 48 મેચ રમાશે. તેવામાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ ટૂર્નામેન્ટને લઈને એક મોટું નિવેદન આપ્યું છે. કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે ભારત આગામી વનડે વર્લ્ડ કપમાં આઈસીસી ટ્રોફીના દુષ્કાળને ખતમ કરવા માટે આતુ છે અને તેની પાસે ટાઈટલ જીતવાનો આત્મવિશ્વાસ છે.

ઈન્ડિયન ટીમે છેલ્લા એક દશકાથી ICC ટૂર્નામેન્ટમાં એકપણ ટાઈટલ પોતાને નામ કર્યું નથી. ભારતે છેલ્લું ICC ટાઈટલ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફીના રૂપે જીત્યું હતું. જ્યારે આનાથી 2 વર્ષ પહેલા ભારતે પોતાના જ દેશમાં વર્લ્ડ કપ પણ જીત્યો હતો. રોહિતે એક કાર્યક્રમમાં મીડિયા સાથેની વાતચીતમાં મોટુ નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે પ્રામાણિકતાથી કહું તો મેં ક્યારેય 50 ઓવરનો એટલે કે વનડે વર્લ્ડ કપ જીત્યો નથી. વર્લ્ડ કપ જીતવો મારા માટે એક સપના સમાન છે અને આના માટે પડકાર આપવો એ જરૂરી છે. તમને વર્લ્ડ કપ કોઈ થાળીમાં પીરસીને તો આપવાનું નથી એટલે અમે અત્યારથી જ મહેનત કરીએ છીએ. ક્યારેય આવી ટૂર્નામેન્ટને હળવાશથી ન લેવી જોઈએ.

વર્લ્ડ કપ જીતવા માટે રોહિત એન્ડ ટીમ આતુર
રોહિત શર્મા (Rohit Sharma)એ કહ્યું કે બધા લોકો મેદાનમાં ઉતરવા માટે અને જીતવા માટે આતુર છે કારણ કે અમને ખબર છે કે અમારી પાસે સારી ટીમ છે. અમે બધા સારા ખેલાડીઓ છીએ અને અમારી પાસે આત્મવિશ્વાસ છે કે અમે આવું ફરીથી કરી શકીશું. એટલે એવું પણ નથી કે અમે આને હલકામાં લઈ રહ્યા છીએ. જ્યારે અમે 2022માં હાર્યો તો મે કહ્યું હતું કે અમે આગામી વર્લ્ડ કપ માટે પડકાર ફેંકીશું. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ થવાની હતી અને મેં કહ્યું હતું કે આના માટે મારી લડત ચાલુ જ રહેશે.
બેટ્સમેને જવાબદારી પૂર્વક રમવું જ પડશે
રોહિતે કહ્યું કે મને કેપ્ટનશિપની જવાબદારી મળી છે પરંતુ મારુ મુખ્ય કામ તો બેટિંગ કરવાનું જ છે. આમાં હું સારુ પ્રદર્શન કરીશ. તેણે વધુમાં કહ્યું કે મને પહેલા એક બેટ્સમેનના રીતે રમવું પડશે મારી ભૂમિકા એક સારા ઓપનરની છે જેથી સારુ સ્ટાર્ટ આપવું મારી ફરજમાં આવે છે. સૌથી પહેલા મારે મોટી ઈનિંગ રમવી પડશે અને મેચ જીતાડવામાં યોગદાન આપવું પડશે.
આ કારણે ટી20 ક્રિકેટ નથી રમી રહ્યો
રોહિત શર્માએ કહ્યું કે મને ઈન્જરીથી ડર લાગી રહ્યો છે. જોકે તેણે ખેલાડીઓને વેકેશન પર મોકલવા પર પણ ભાર આપ્યું હતું. તેણે કહ્યું કે ગત વર્ષે પણ અમે આવું જ કર્યું હતું કારણ કે એકબાજુ ટી20 વર્લ્ડ કપ થવાનો હતો અને બીજી બાજુ વનડે મેચ અમે સ્કિપ કરી હતી. આ વર્લ્ડ કપનો સમય છે એટલે દરેકે સ્ફુર્તિમાં રહેવું જોઈએ. પહેલાથી જ આપણી ટીમમાં એટલા બધા ઈન્જર્ડ ખેલાડીઓ છે કે મને હવે ઈન્જરીથી ડર લાગી રહ્યો છે.

Related posts

ICC रैंकिंग में विराट और बुमराह टॉप पर बरकरार

aapnugujarat

अंतिम 2 टेस्ट के लिए ठाकुर की जगह उमेश होंगे शामिल

editor

આજે કટકમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટી-ટ્‌વેન્ટી જંગ

aapnugujarat
UA-96247877-1