Aapnu Gujarat
મનોરંજન

હોલિવુડની મશહૂર અભિનેત્રી લૂસી લિયુએ જાતિવાદ પર નિશાન સાધ્યું

‘ચાર્લીઝ એન્જલ્સ’ સ્ટાર લ્યુસી લિયુ જણાવે છે કે તેણે હોલીવુડમાં જાતિવાદને કારણે કારકિર્દીની શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. વેરાયટી ડોટ કોમના અહેવાલો મુજબ, સિડની મોર્નિંગ હેરાલ્ડ સાથેની મુલાકાતમાં લિયુએ કહ્યું હતું કે જ્યારે તે લોસ એન્જલસમાં એક એક્ટર તરીકે ઉભરી રહી હતી ત્યારે તેણે ઓડિશન મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. તેણે કહ્યું, “મને લાગે છે કે હું બહુ ભોળી હતી અને મને ખબર નહોતી કે મારી સામે શું ચાલે છે અથવા હું જેની વિરુદ્ધ જઇ રહી છું.આ બધું મને લોસ એન્જલસ પહોંચ્યા પછી જાણવા મળ્યું, જ્યાં મારા એક મિત્રને એક દિવસમાં અથવા એક અઠવાડિયામાં ઓછામાં ઓછા 10 ઓડિશન્સ માટે બોલાવવામાં આવતો હતો, જ્યારે મને મહિનામાં બે કે ત્રણ વાર બોલાવવામાં આવતી હતી. ” તેણે વધુમાં ઉમેર્યું, “હું મારી જાતને નસીબદાર માનું છું, કારણ કે મને ત્યાં એક ઓફર મળી જ જાય છે, જ્યાં હું ઓડિશન આપવા રૂમમાં જઉં છું.” હું રૂમમાં કોઈ અન્ય સ્ત્રી જેવી દેખાતી ન હતી.હું સમજી શકતી ન હતી હું ત્યાં કેમ છે,પરંતુ હું મારૂ શ્રેષ્ઠ આપવાનું પ્રયાસ કરતી હતી.હવે “51 વર્ષીય લિયુ ‘વ્હાય વુમન કીલ’ સિરીઝમાં જોવા મળશે.

Related posts

करण ने पोस्ट की ‘स्टूडेंट ऑफ द यर २’ की दोनों हिरोइनों की तस्वीर

aapnugujarat

‘रेस 3’ को फ्लॉप कहना गलत है : रेमो

aapnugujarat

બોલિવુડમાં ફિટ છે કે કેમ તેને લઇને ચિંતા કરતી નથી : કલ્કી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1