Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

વર્ષ ૨૦૨૪માં ભારતની વસ્તી ચીન કરતા વધી જશે : સંયુક્ત રાષ્ટ્ર

વસ્તીવિસ્ફોટ ભારતની મોટી સમસ્યાઓમાંથી એક સમસ્યા હોવાની ચર્ચાઓ દશકાઓથી ચાલી રહી છે. તેના માટે વસ્તીનિયંત્રણ માટેની મુહિમ પણ સરકાર દ્વારા દશકાઓથી ચાલે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દાવો કરાયો છે કે ૨૦૨૪ સુધીમાં ભારતની વસ્તી ચીનથી વધી જવાની છે. ૨૦૩૦માં ભારતની વસ્તી ૧.૫ અબજે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ભારતમાં ગરીબી, બેરોજગારી, કુપોષણ જેવી સમસ્યાઓના મૂળમાં અન્ય કારણોની સાથે વસ્તીવિસ્ફોટ હોવાનું પણ માનવામાં આવે છે. હવે યુએનનો દાવો છે કે ભારતની વસ્તી ૨૦૨૩ સુધીમાં ચીન કરતા વધી જશે. ૨૦૩૦ સુધીમાં ભારતની વસ્તી ૧.૫ અબજે પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યુએનના આર્થિક અને સામાજિક મામલાના વિભાગે વિશ્વ વસ્તી સંભાવના-૨૦૧૭ નામથી રજૂ કરેલા રિપોર્ટમાં આના સંદર્ભે દાવો કર્યો છે.યુએનના રિપોર્ટ મુજબ હાલ ચીનની વસ્તી ૧.૪૧ અબજ છે અને ભારતની વસ્તી ૧.૩૪ અબજ છે.
વિશ્વની કુલ વસ્તીમાં ચીનની વસ્તી ૧૯ ટકા અને ભારતની વસ્તી ૧૮ ટકા જેટલી હિસ્સેદારી જણાવે છે. આંકડા જોતા ભારત ૨૦૨૪ સુધીમાં ચીનના વસ્તીના આંકડાને ભારત પાર કરી લેશે. સંયુક્ત રાષ્ટ્ર સત્તાવાર અનુમાનનો ૨૫માં તબક્કાનો આ સમીક્ષા રિપોર્ટ છે. ૨૪માં તબક્કાનું અનુમાન ૨૦૧૫માં જાહેર કરવામાં આવ્યું હતું.૨૦૧૫ના અનુમાનમાં ભારતની વસ્તી ૨૦૨૨ સુધીમાં ચીનથી વધારે થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. હવે તાજેતરના રિપોર્ટમાં દાવો કરાયો છે કે ૨૦૨૪ સુધીમાં ભારત અને ચીન બંનેની વસ્તી લગભગ ૧.૪૪ અબજ આસપાસ થશે. ભારતની વસ્તી ૨૦૩૦માં ૧.૫ અબજ અને ૨૦૫૦માં ૧.૬૬ અબજ સુધી પહોંચવાની શક્યતા છે. ચીનની વસ્તી ૨૦૩૦ સુધીમાં સ્થિર રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે. ત્યારબાદ ચીનની વસ્તીમાં ધીમી ગતિએ ઘટાડો થવાની શક્યતા છે.
જો કે ભારતની વસ્તીમાં ઘટાડાની સંભાવના ૨૦૫૦ બાદ વ્યક્ત કરવામાં આવી છે.સામુહિકપણે દશ દેશોની વસ્તી ૨૦૧૭થી ૨૦૫૦ વચ્ચે વધીને દુનિયાની કુલ વસ્તીના અડધાથી વધારે થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ દેશોમાં ભારત, નાઈજિરિયા, કાંગો, પાકિસ્તાન, ઈથોપિયા, તંજાનિયા, અમેરિકા, યુગાન્ડા, ઈન્ડોનેશિયા અને ઈજીપ્તનો સમાવેશ થાય છે.

Related posts

मुशर्रफ को फांसी की सजा

aapnugujarat

इजराइल : स्पीकर ने किया संसद भंग, 2 साल में चौथा चुनाव

editor

Defence budget increased by UK to 16.5 billion pounds

editor

Leave a Comment

UA-96247877-1