Aapnu Gujarat
ગુજરાત

ભચાઉમાં બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ

કચ્છના ભચાઉમાં માનવતાને પણ શરમાવે તવો કિસ્સો સામે આવ્યો હતો. ૧૯ વર્ષના નરાધમે ૪ વર્ષની માસૂમ બાળકીને પીંખી નાખી હતી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ભચાઉ પોલીસે સંયુક્ત ઓપરેશનમાં આરોપીને દબોચી લીધો છે. આરોપીને દબોચી લેવા માટે પોલીસ સતત પ્રયત્ન કરી રહી હતી. આરોપી સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૬૩, ૩૭૬(૩)(એ)(બી) તથા પોક્સો અંતર્ગત કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીને શોધવા માટે એલસીબી પૂર્વ કચ્છ તથા ભચાઉ પોલીસ સ્ટેશનની ટીમ સતત પ્રયત્નશીલ હતી.
ઘટના સમયે આજુબાજુના વિસ્તારોમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી હતી તે દરમિયાન હ્યુમન ઇન્ટેલીજન્સથી મળેલ માહિતીના આધારે આ ગુનો આચરનાર શખ્સને શોધી કાઢ્યો હતો. આકરી પૂછપરછ બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. મળેલી માહિતી મુજબ આરોપીની ઓળખ ૧૯ વર્ષીય ઇસ્માઇલ સાયકુલા લશ્કર તરીકે થઇ છે. મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. આરોપી ભચાઉમાં એકલો જ રહેતો હતો અને તેની મોબાઇલ હિસ્ટ્રીમાંથી જાણવા મળ્યું કે તેને પોર્ન એડિક્ટ હતો.

Related posts

મહા શિવરાત્રિ પર્વે મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે રેવડીયા મહાદેવના કર્યા દર્શન

aapnugujarat

ગુજરાતમાં ક્લિન સ્વીપને લઇ ભાજપ વિરૂદ્ધ પડકાર

aapnugujarat

રૂપાણી સરકારે આપ્યો ૧.૫ કરોડની વેક્સિનનો ઓર્ડર

editor

Leave a Comment

UA-96247877-1