Aapnu Gujarat
રાષ્ટ્રીય

એસ-૪૦૦ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમના ચાઈનિઝ સોફ્ટવેરની તપાસ કરે ભારત : સ્વામી

ચીન સાથે લદ્દાખ મોરચે ચાલી રહેલા તનાવ વચ્ચે ભારત રશિયા પાસેથી એસ-૪૦૦ એર ડિફેન્સ સિસ્ટમને શક્ય હોય તેટલી વહેલી મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યુ છે.
રશિયા પાસથી ભારતે ૪૦૦૦૦ કરોડ રુપિયામાં આ સિસ્ટમ મેળવવા માટેનો સોદો ૨૦૧૮માં જ કરેલો છે.દુનિયાની સૌથી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમની રેન્જમાંથી કોઈ પણ દેશનુ ફાઈટર જેટ્‌સ બહાર રહી શકતુ નથી તેમ કહેવાય છે.માટે જ ભારતે અમેરિકાએ પ્રતિબંધ મુકવાની આપેલી ધમકી છતા પણ આ સિસ્ટમ માટે રશિયા સાથે ડીલ કરી હતી.
જોકે એસ-૪૦૦ સામે ભાજપના સાંસદ અને નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ચેતવણી આપી છે.સ્વામીએ શંકા ઉઠાવતા કહ્યુ છે કે, ભારતે એસ-૪૦૦માં ચાઈનિઝ સોફ્ટવેરનો ઉપયોગ તો નથી થયો ને તે વાતની ચકાસણી કરવી જોઈએ.સરકારે સેનાને જોખમના નાંખતા પહેલા ચીનના સોફ્ટવેરની તપાસ કરવાની જરુર છે.
એસ-૪૦૦ સિસ્ટમની રેન્જ ૩૮૦ કિલોમીટર સુધીની છે.તેને ચીન, પાકિસ્તાનની બોર્ડરની સાથે સાથે નવી દિલ્હીને સુરક્ષા કવચ પુરુ પાડવા માટે તૈનાત કરવાની યોજના છે.

Related posts

એરસ્ટ્રાઈકમાં ૨૦૦ આતંકીઓ ઠાર થયા, રાતોરાત લાશો શિફ્ટ કરાઈ- અમેરિકી કાર્યકરનો દાવો

aapnugujarat

દિનાકરણના ૧૮ સમર્થક ધારાસભ્યો ગેરલાયક જાહેર થયા

aapnugujarat

मन की बात : कश्मीर के लोग विकास की मुख्य धारा से जुड़ने को बेताब

aapnugujarat

Leave a Comment

UA-96247877-1