Aapnu Gujarat
રાષ્ટ્રીય

એરસ્ટ્રાઈકમાં ૨૦૦ આતંકીઓ ઠાર થયા, રાતોરાત લાશો શિફ્ટ કરાઈ- અમેરિકી કાર્યકરનો દાવો

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ૧૪ ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલાની જવાબી કાર્યવાહ રૂપે ભારત તરફથી કરવામાં આવેલ એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાનના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના કેમ્પને નષ્ટ કરી દીધા હતા. ૨૬ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલ એર સ્ટ્રાઈકના પુરાવાઓ બાબતે રાજકીય ઘમાસાણ થયું હતું. એરસ્ટ્રાઈકમાં કેટલા આતંકીઓ ઠાર કરાયા તેના પર હજારો સવાલો ઉદ્ભવ્યા હતા. આવા સવાલો વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદનો હોય તેવું કહેવામાં આવી રહ્યું છે.
જો કે, હજી સુધી એ વાતની પુષ્ટી નથી થઈ શકી કે આ વીડિયો બાલાકોટ એરસ્ટ્રાઈક બાદનો છે. વાયરલ થયેલા આ વીડિયોને અમેરિકાના એક અધિકારીએ ટ્‌વીટર પર વાયરલ કર્યો છે. આ અમેરિકન અધિકારીએ ટિ્‌વટ કરીને દાવો કર્યો છે કે ભારતીય વાયુસેના દ્વારા કરવામાં આવેલ એરસ્ટ્રાઈકમાં ૨૦૦ જેટલા આતંકીઓ ઠાર થયા હતા. મૂળ ગિલગિટના રહેવાસી અમેરિકી અધિકારી સેંગ હસન સેરિંગે ૨.૨૦ મિનિટનો વીડિયો વાયરલ કર્યો છે જેમાં પાકિસ્તાની સેનાના જવાન કેટલાક સ્થાનિક લોકોને મળીને તેમને સાંત્વના આપી રહ્યા છે. તે દરમિયાન જ એક જવાન સ્થાનિકોને સાંત્વના આપતા બોલ્યા કે, ‘હજી તો કાલે જ આપણા લગભગ ૨૦૦ માણસો ઉપર ગયા છે.’
ઉર્દુ મીડિયા અનુસાર, એરસ્ટ્રાઈક બાદ ઘણા બધા મૃતદેહોને બાલાકોટથી ખૈબર પખ્તૂનવામાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

Related posts

यूपी से बांग्लादेशी घुसपैठियों को निकालने का अभियान शुरु : सीएम योगी ने दी हरी झंडी

aapnugujarat

ISRO ने लॉन्‍च किया RISAT-2BR1 सेटेलाइट

aapnugujarat

રાજ્યસભામાં ભાજપ વધારે મજબુત : ૧૧ સીટ વધી ગઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1