Aapnu Gujarat
રાષ્ટ્રીય

સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવને અનલોક કર્યા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કોરોના વાયરસ અને ભારત-ચીન વચ્ચે તણાવને લઈને મોદી સરકાર સતત આકરા પ્રહાર કરી રહ્યા છે. હવે તેમણે દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈને મોદી સરકાર પર નિશાન તાક્યું છે.રાહુલે બુધવારે ટ્‌વીટ કરીને જણાવ્યું કે, મોદી સરકારે કોરોના મહામારી અને પેટ્રોલ ડીઝલના ભાવને અનલોક કરી દીધા છે. તેમણે ટ્‌વીટની સાથે એક ગ્રાફ પણ શેર કર્યો છે.
ગ્રાફમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલી વૃદ્ધિ અને દિલ્હીમાં કોવિડ-૧૯ના કેસના આંકડા દર્શાવ્યા છે. બુધવારે દેશમાં પેટ્રોલના ભાવમાં તો કોઈ ફેરફાર થયો નથી પરંતુ ડીઝલના ભાવમાં ૪૮ પૈસાનો વધારો થયો છે જેને કારણે કારણે હવે પેટ્રોલની કિંમત ૭૯.૭૬ પ્રતિ લિટર અને ડીઝલની કિંમત ૭૯.૮૮ રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે.
આ દેશમાં ઈતિહાસમાં પ્રથમ વખત છે જ્યારે ડીઝલ પેટ્રોલ કરતા પણ મોઘું છે. સોનિયા ગાંધીએ હાલમાં જ મોદી સરકારને પત્ર લખીને ઓઈલની વધી રહેલી કિંમતોને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો.

Related posts

वर्ल्ड डायबीटीज डे मनाया डायाबीटीज से रहे बचकर

aapnugujarat

केरल में भारी बारिश से बाढ़, रेड अलर्ट जारी

aapnugujarat

इसरो ने रचा इतिहास : PSLV-C50 के जरिये संचार उपग्रह CMS-01 को किया लॉन्च

editor

Leave a Comment

UA-96247877-1